જાગો જાગો રે... જટારાં...
જાગો જાગો હરે ત્રીપુરારી જટાળા જોગંદર,
જળ વરસાવો જળાધારી ઓ જોગંદર...
જાગો જાગો...
તમે પશુપતિ કહેવાણા છો,રુડા પશુ થી કેમ રીસાણા છો
હે..તારી નંદી પર અશવારી,જટાળા જોગંદર...
જાગો જાગો...
તમે જગતના ઝેર ને પીધા છે,અમ્રુત અવર ને દીધા છે
આજ અમને લેજો ઉગારી,જટાળા જોગંદર...
જાગો જાગો...
તારા ભાલે તે ચાંદો જળકે છે,તારી માથે ગંગાજી ખળકે છે
છે તારા ભરોસા ભારી,જટાળા જોગંદર...
જાગો જાગો...
જાગો જાગો હરે ત્રીપુરારી જટાળા જોગંદર
No comments:
Post a Comment