Tuesday, May 26, 2020

ભામણા રે લીયા રે સુરજભાણ ના...

  • ભામણા રે લીયા રે સુરજભાણ ના

હે..એવા ભામણા રે લીયા રે સુરજભાણ ના(2)
હે...તું એક ઉગેને આખું જગ અજવાળું થાય રેં કશ્યપ ના કુંવર.ભામણા રે લીયા રે સુરજભાણ ના(2)

હે... એવા કોટીક દીવડા ને કોટીક દેવતા(2)
હે.......પણ રાતનો ભાગે તુજ વિના અરણ રે.કશ્યપ ના કુંવર.ભામણા રે લીયા રે સુરજભાણ ના(2)

હે...તારે ઉગવું રે અચુક આળહ નય અંગમાં.(2)
હે...ભાગ્યવંતી રાણી.(2)રન્નાદે ના ભરથાર રે કશ્યપ ના કુંવર.ભામણા રે લીયા રે સુરજભાણ ના(2)

હે...એવા રંગરે કેશરીયા આભે રેલીયા.(2)
હે.....મહેકવા લાગ્યા(2)દુનિયા કેરા બાગ રે કશ્યપ ના કુંવર.ભામણા રે લીયા રે સુરજભાણ ના(2)

હે...એવા અંધકાર સંકેલે કાળા ઓઢણા(2)
હે.....ફુલયો ગોવિંદ(2)ચૌદલોક પ્રકાશ રે.કશ્યપ ના કુંવર.ભામણા રે લીયા રે સુરજભાણ ના(2)

હે...હુતો ભામણા રે લીયા રે સુરજભાણ ના(2)
હે...તું એક ઉગેને આખું જગ અજવાળું થાય રેં કશ્યપ ના કુંવર.ભામણા રે લીયા રે સુરજભાણ ના(2)

કવિ શ્રી ગોવિંદભા પાલિયા

No comments:

Post a Comment