Sunday, May 24, 2020

સોહે લાખેણિ લોબડિયાળી ત્રિશુલ ખપ્પર ધારી...

  • સોહે લાખેણિ લોબડિયાળી ત્રિશુલ ખપ્પર ધારી

સોહે લાખેણિ લોબડિયાળી ત્રિશુલ ખપ્પર ધારી
ચંડિકા ચારણી,જોગમાયા ખોડીયાર
વિખ વારણી તારણી બેડો મગર સવારીવારી 
પાવન જગત જાણું ગંગા અવતાર.

માડી ઊથાપ્યુ વાંઝીયા મેંણુ મામડિયા માદા ઘેર,
પ્રગટી ઝુંઝવે રૂપે જ્યોતિ અખીયાત,
આઈ આવડ ખોડલ માડી જોગડ તોગડ બીજ,
હોલ ને સાંસઈ સંગ મેરખિયો ભ્રાત.

એમા વખાણું ખોડલી જેની જડેના જોડલી,
ગામો ગામ ઘરો ઘર ઘટો ઘટ મા પુજાય,
છોરું વડેરાં છોટેરાં વાલા સરખા સદાય માડી,
દયા દયા દયા તારી દયા છલકાય.

માની તાતંણીયે ડાક વાગે ત્રંબાળુ વરાણે
ગળધરામાં નગરા બાજે રાજપરા ઢોલ
દધિ ડુંગરે દેવળે રાજે નેહ્ડે નગરે 
સાદ સુણતા સમાવી બૉલ દિયે દેવી કોલ

ખારા સંસારે વીરડી મીઠી દરીયો દયાનો ગાજે 
બરખે માયાનો માડી મેઘ બારેમાસ 
વધે હેત હરિયાળી વેલી ભલી અલબેલી દેવી 
અનંત બ્રહ્માંડે રહી ખેલી રંગરાસ

નોંધારાનો મા આધાર સરધાર ખોડિયારે થાતી
ધોડી ભકતોને વાર કરતી ધરાર 
નમુ નાગણી લાગણીવારી કૃપા એકધારી તારી 
ખમ્મા ખોડીયાર માડી ખમ્મા ખોડીયાર

ધન્ય ધર્મી ધજાળી ભોળી દાતાર અપાર 
ઘડી ઘડી રીજી જગ માથે કરે ઉપકાર
સુર ચંદર તારલો વ્યોમ દશે દિગપાળ
કોટી તેત્રીસ દેવતા ઝૂકી ભણે ભલકાર

માડી ટહુકે મોરલા ઘેરી ઘટાયુ હોકરા દિયે 
વાયુ સંગ મહેકે રંગ ફુલડા ચોપાસ 
બેઠી સરિતા કાંઠેડી લીલી કુંજાર મોંઝાર હોય 
રૂપાળી કૃપાળી માત ખોડલનો વાસ.

કરી દિલમાં દીવડો કોઈ સંસારી જીવડો 
ખોડીયાર ખોડીયાર ખોડીયાર જપે જાપ 
ત્યા તો ધડાકે ધાબળીયાળી અટકા ઉકેલે કામ 
તાક્ડે ત્રિશુલધારી આવે આપો આપ

વરદંબા રાખે વટ ઝટ વિઘન વિદારે 
વહારે આવતી બાળને દેતી દયાળી શરણ
દુઃખ હટાવે ગયેલા પાછા સુખડા અપાવે 
પડકારતી કાળ ને પાછુ હટાવે મરણ

No comments:

Post a Comment