- ભગવાન જેવી ભેળીયાળી
ભગવાન જેવી ભેળીયાળી , માત સોનલ તું મૈયા,
ચરણે નમે સંસાર સઘળો , દેવ સોનલની દયા...
ઝળહળે જ્યોતું જોગમાયા , ધુપ દિપ ચરણે ધરે,
મૃતલોકના સૌ માનવી , તને હજારો અરજુ કરે,
ઉધ્ધાર કરવા અવતરી , દુ:ખો બધા દુર થઈ ગયા.
ભગવાન જેવી ભેળીયાળી...
જો મુખો હજારો હોત તો , સહસ્ત્રથી ગુણગાત તારા,
મુખ એકથી માને વખાણું , નાદ પિંગળ કર નયા,
જળતયૉ કેરૂ જાજ લઇ , ચંદી સદા સૌ તારીયા,
ભગવાન જેવી ભેળીયાળી...
મળીયાય સાડા તીન પ્હાડા , નાત ગંગા નરમળી,
સાડાય ત્રણ ઇ વજર માળા , સોનલ મહાશક્તિ ખરી,
થાપ્યું ભવેસર થરૂ ત્યાં , સત્ જુગના છાંયા થીયા,
ભગવાન જેવી ભેળીયાળી...
કવિરાજ નારત કાગ દુલો , મૃતલોકને રીજવ્યા હતા,
દેથાય શંકરદાનજીને , વળી મેરૂભા હતા,
પિંગળ નરેલા તણો સુત , બાકી ઘણા કવિયો જીયા,
ભગવાન જેવી ભેળીયાળી...
પહેલે પીયાળે રાસ રમતી , વળી તું વ્રેમંદ ખડી,
પાવાય ગઢમાં તુજ પોગી , ક્રોડ જમાડયા કાપડી,
શિવા તણી તે કરી ચડતી , હમીર ઘર જઇ અવતર્યા,
ભગવાન જેવી ભેળીયાળી...
નરા તણી તુ નવેખંડે , કળા તારી કુદરતી,
સૌના હ્રદયમાં રમે સોનલ , અણુ અણુમેં ઇશ્ર્વરી,
મહી રાવણ તણા તે શીશ ખેંચ્યા , ખપ્પર લઇ ભેડી કરી,
ઇ સમયથી આ સમય અઘરા , ભુત દેતા ભરખીયા,
ભગવાન જેવી ભેળીયાળી...
સુખદાય માડી ચરણ તારા , કળીયુગમા કહેવા પડયા,
ઓજલ તણા ભંડાર ખુલીયા , ઉલટ થી અન્ન આપીયા,
છંદ કહી સેવક નમે 'અવીચળ' આઇ સોનલ ઉમયા,
ભગવાન જેવી ભેળીયાળી...
-કવિ : અવીચળ આપા ગઢવી.
No comments:
Post a Comment