માઁ મોગલ નો તરવેડો
હે..મોગલ નો હોય મેડો,તેમાંય તરવેડો,
હૈડે અપાર હેડો, ને હડાનો શુધ્ધ નેડો,
મોગલ નો હોય મેડો.....1
જુના થડેથી જાગે,ભવ ભવના દુઃખ ભાંગે,
ઝાંઝર ઝણણ વાગે,રમવાને રાસ લાગે,
મોગલ નો હોય મેડો....2
આવડ રણેથી ઉઠી,ત્રણ લોક પર ત્રુઠી,
ઓળઘોળ છે એમાંથી,ગજવે જૈ ગોઠી,
મોગલ નો હોય મેડો.....3
પીઠડ નો પડકારો,દેવનાય ખુલ્યા દ્વારો,
દેત્યોને મન ડારો,આજ ખેર નઇ અમારો,
મોગલ નો હોય મેડો.....4
પાકિસ્તાનેથી પાંખે,હિંગળાજ ઉઠી હાંકે,
જોયું જગત આખે,દેવીયું ના ગુણ દાખે,
મોગલ નો હોય મેડો.....5
મઢડેથી સોનલમાના,રથડા છુટ્યા છે રાંના,
મન હરખે મોગલમાના,વરતે છે સો સો વાના,
મોગલ નો હોય મેડો.....6
નિહરી છે નવે લાખું, જોગણ ચૌસઠ જાખું,
અધૅ બ્રહ્માંડ આખું,ભાવ ને હું રાજ ભાખું,
મોગલ નો હોય મેડો.....7
રચના:-રાજભા ગઢવી
No comments:
Post a Comment