Saturday, March 6, 2021

ગંગ બાર જટ્ટ ધાર । શિવ વંદના । गंग बार जट्ट धार । shiv vandana । शिव वन्दना । jmn0009_ravan ।

 ॥ શિવ વંદના ॥


[ છંદ ~ સેનિકા ]


ગંગ બાર જટ્ટ ધાર મંડીયં,

આધ અંગ સંગ લિન ચંડીયં.

બાલ ચંન્દ્ર બિંબ ભાલ જ્વાલિયં.

કંગનં ભુજંગ મુંડ માલિયં.

સુલ પાન હે પિનાક સજ્જનં,

ડાક ડમ્મરૂ અવાજ બજ્જનં.

જંગ જીત નીત ભંગ ખાવનં,

ખેલ પ્રેત જ્વાલ કો ખેલાવનં.

વ્યાલ આલ ખાલ લિન બાસનં,

કેહરી બિછાત્ત કિન્ન આસનં.

અંગ કો વિભુત્ત રંગ ચઢ્ઢીયં,

જોગ ભોગ ધ્યાન પ્રાત દઢ્ઢીયં.

દેવ દાનવં નગેશ વંદનં,

વંદીતં ક્લેશ વૃંદ કંદનં.

કામના મનિશ પુરનં કરં,

જય મહેશ,જય મહેશ, જય મહેશ, જય હરં.






No comments:

Post a Comment