મારા રે સમ માનો જી રે...
તમારા દલડા ને વારો, મારા રે સમ માનો જી રે

તમારા રુદિયા ને વારો, મારા રે સમ માનો જી રે...
હે... ક્યો તો ગોરાંદે મેડીયું ચણાવું
અને ટોડલે મોરલા જડાવું,
મારા રે સમ માનો જી રે
મેડીયું ના મોહ મારે મનડે નથી
ને તારા હૈયડે વસ્યા ની મુને હામ,
મારા રે સમ માનો જી રે
તમારા દલડા ને વારો, મારા રે સમ માનો જી રે
તમારા દલડા ને વારો, મારા રે સમ માનો જી રે
તમારા રુદિયા ને વારો, મારા રે સમ માનો જી રે...
હે... ક્યો તો ગોરાંદે સોને રૂપલે મઢાવું
પછી હારલા માં હિરલા જડાવું,
મારા રે સમ માનો જી રે
સોના રૂપા નો મોહ મારે મનડે નથી
ને તારી ચુંદડી ઓઢયા ની મુને હામ,
મારા રે સમ માનો જી રે
તમારા દલડા ને વારો, મારા રે સમ માનો જી રે
તમારા દલડા ને વારો, મારા રે સમ માનો જી રે
તમારા રુદિયા ને વારો, મારા રે સમ માનો જી રે...
હે... ક્યો તો ગોરાંદે મારા દલડા ઓવારૂ
પછી પલ માં હું પાસરુ રે પ્રાણ,
મારા રે સમ માનો જી રે
ઘણું જીવો રે મારા રંગભર રસિયા
હું તો ભવભવ ના માંગુ સંગાથ,
મારા રે સમ માનો જી રે
તમારા દલડા ને વારો, મારા રે સમ માનો જી રે
તમારા દલડા ને વારો, મારા રે સમ માનો જી રે
તમારા રુદિયા ને વારો, મારા રે સમ માનો જી રે.
No comments:
Post a Comment