અહુરી આમ એકલી નિકળમાં બેન.
હવે અહીં જોગીદાસના બહારવટા નથી.
રાત વરત્યની આમ એકલી ફર્યમાં બેન,
હવે અહીં હાથવગા કોઈ હાંકલડા નથી.
નબળી નજર પડે ને આંખ બાળે,
બેન હવે એવાં અહીં એકેય મરદડા નથી.
લૂંટાય જઈશ આતમ સોંતી દીકરી,
શિયાળવા ફરે બધે,કોઈ સાવજડા નથી.
શરીર ચૂંથી ને ફેંકી પણ દેશે, સમજ!
અહીં એકેય મફતના બાંધેલ પરબડા નથી.
લડી શકીશ હેવાનોથી તું નાજુક હાથે?
લાજ કાજ જીવ દે એવા કો દેદલડા નથી.
ફફડવું પડશે તારે જ 'દેવ' દુનિયામાં.
જટાયું સમ ગીધરાજ કોઈ ફરકતા નથી.
✍ દેવાયત ભમ્મર:-
No comments:
Post a Comment