Showing posts with label ગુજરાતી દુહા છંદ સાહિત્ય. Show all posts
Showing posts with label ગુજરાતી દુહા છંદ સાહિત્ય. Show all posts

Thursday, December 15, 2022

Bahu gunvanto bimb | kavi Alraaj | JMN0009_RAVAN | DUHA CHANDH | CHAPPAY |

બહુ ગુણવંતો લિંબ, લિંબ કો કડવો કિયો

બહુ ગુણવંતો લિંબ, લિંબ કો કડવો કિયો.
ચવુદ વિધ્યા ગુણ કવિ, કવિકો કંઠ ન દિયો.
કંઠ વધુ કોકિલ, કોકિલ કો રૂપ ન દિયો.
રૂપ વધુ મોર, મોરકો પાવ ન દિયો.
પાવ વધુ પદમણી, પદમણી કો વરવો વર દિયો.
કવિ "અલરાજ" એમ ઓચરે કે, વાલો મારો ઠેર-ઠેર ક્યાં ભૂલ ગયો..?
કવિ : અલરાજ ✍🏻



Monday, November 22, 2021

MOGAL MAA NEW SONG LYRICS | હો ભર્યા પનિહારે પાવડુ પાણી નો જડેે | JMN0009_RAVAN | UNKNOWN_TELLS | શબ્દો સાથે |

      હો ભર્યા પનિહારે પાવડુ પાણી નો જડે

         હો ભર્યા પનિહારે પાવડુ પાણી નો જડે
હો ભર્યા પનિહારે પાવડુ પાણી નો જડે
ભર્યા પનિહારે પાવડુ પાણી નો જડે
મોગલ રુઠે તો ઈ ગોત્યા નો જડે

હે ભર્યા ભંડારે અન્ન નો દાણો નો જડે
ભર્યા ભંડારે અન્ન નો દાણો નો જડે
મોગલ રુઠે તો ઈ ગોત્યા નો જડે

હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી
હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી

મન અભિમાનમાં ઈ મોટપમાં માલતો
હદ નો વટેલો ઈ હદ મુકી હાલતો
મન અભિમાનમાં ઈ મોટપમાં માલતો
હદ નો વટેલો ઈ હદ મુકી હાલતો
હદ મુકી હાલતો, હદ મુકી હાલતો

હે જબર જોરાળીની ઝપટે જો ચડે
જબર જોરાળીની ઝપટે જો ચડે
મોગલ રુઠે તો ઈ ગોત્યા ના જડે

હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી
હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી

કડીનો સૂબો જે દી ઓખા ધરા આવીયો
લાવ લશ્કર લઈને હામુ જે દી હાલીયો
કડીનો સૂબો જે દી ઓખા ધરા આવીયો
લાવ લશ્કર લઈને હામુ જે દી હાલીયો
હામુ જે દી હાલીયો, હામુ જે દી હાલીયો

હે તે દિ કડીના કાંગરા તો કડાકા કરે
કડીના કાંગરા તો કડાકા કરે
મોગલ રુઠે તો ઈ ગોત્યા નો જડે



હા મોગલ હા મોગલ મોગલ મારી માંવડી
હા મોગલ હા મોગલ મોગલ મારી માંવડી

કવિ કે દાન કે માં દેવી ડાઢાળી છે
સંસેડે સિંહણ જેવી ખીજે નાગણ કાળી છે
કવિ કે દાન કે માં દેવી ડાઢાળી છે
છંછેડે સિંહણ જેવી ખીજે નાગણ કાળી છે
ખીજે નાગણ કાળી છે, ખીજે નાગણ કાળી છે

હે ભીડે મોગલ આવી ભેર્યું રે કરે
ભીડે મોગલ આવી ભેર્યું રે કરે
મોગલ રુઠે તો ઈ ગોત્યા નો જડે

હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી
હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી
હા મોગલ હા મોગલ મોગલ