લારા જાનૈયા હજાર સપાખરું શબ્દો સાથે | LARA JANAIYA HAJARA LYRICS | JMN0009_RAVAN | ગીગા બાપુ |
લારા જાનૈયા હજારા લઇ હાલ્યા પરણવા લાડો લારા જાનૈયા હજારા લઇ હાલ્યા પરણવા લાડો રાણો અસવાર થાવે તોખારા રાજેંદ ચોપદારા લલકારો હેમ છડી વાળા કરે નગારા ત્રંબાળુ ઘુર્યા હુબ્યા નરેન્દ્ર - ૧ રાજ રંભા તણા ટોળા ગીતોળ જકોળા કરે રંગ ચોળ એ પટોળા ઓઢીયા શ્રીકાર હે હિલોળા રંગચોળા પાવ ગંજા ગતી હાલે રૂપ બોળા અંગ સોળા સજ્યા શણગાર - ૨ હૈદળા હુકન્યા ઘણા પૈદળા હઠ હુએ ટેલે દંતુશાળા જાણે મલ્યાગીરી ટુંક વાદળા વેકંડ વળ્યા ધુંવાથી ઢકાણા રવિ બેવળા ચોવળા થાવે અવાજા બંદુક – ૩ જાન તણા ઠાઠ બથી મણા નહીં જોમે નમણા જાનૈયા જાણે બમણા નાહોર હમણા શોભંતા ઘણા કીનખાબ તણા દાખુ ઠાસા માફા વેલ્યુ ૨ થા ભણા ઠોરઠોર - ૪ રાજભા ગઢવી વીર વછરાજ સપાખરું શબ્દો સાથે | JMN0009_RAVAN | મેલાણે મેલાણા મહારાજા હાલ્યા મોભ માથે છોટા ઘમસાણ પાણ પાખરા ઘમંડ એથરા હલાણ થાવે મેઘ ઘટા બાંધી આપે ધરા દબાણ થઇ લાગ્યો શેષને ઘમંડ - ૫ તંબુ ડેરા સમીયાણા કતપર જઇ તાણ્યો રાણો માભા આડો થાણા શોભે વછરાજ નજરાણો નાણા તણો આવી કરે ઘોળ છત્ર હી ઠેરાણા શિર મંડાણા હી તાજ - ૬ સામૈયા જાનરા થાવે મંગાવે કાંતેલા સિંધુ અશ્વારૂઢ થાવે એહ કહાવે દુજો ઇન્દ્ર બરાત આવે...