લારા જાનૈયા હજારા લઇ હાલ્યા પરણવા લાડો
લારા જાનૈયા હજારા લઇ હાલ્યા પરણવા લાડો
રાણો અસવાર થાવે તોખારા રાજેંદ
ચોપદારા લલકારો હેમ છડી વાળા કરે
નગારા ત્રંબાળુ ઘુર્યા હુબ્યા નરેન્દ્ર - ૧
રાજ રંભા તણા ટોળા ગીતોળ જકોળા કરે રંગ ચોળ એ પટોળા ઓઢીયા શ્રીકાર હે હિલોળા રંગચોળા પાવ ગંજા ગતી હાલે રૂપ બોળા અંગ સોળા સજ્યા શણગાર - ૨
હૈદળા હુકન્યા ઘણા પૈદળા હઠ હુએ ટેલે દંતુશાળા જાણે મલ્યાગીરી ટુંક વાદળા વેકંડ વળ્યા ધુંવાથી ઢકાણા રવિ બેવળા ચોવળા થાવે અવાજા બંદુક – ૩
જાન તણા ઠાઠ બથી મણા નહીં જોમે નમણા જાનૈયા જાણે બમણા નાહોર હમણા શોભંતા ઘણા કીનખાબ તણા દાખુ ઠાસા માફા વેલ્યુ ૨ થા ભણા ઠોરઠોર - ૪
મેલાણે મેલાણા મહારાજા હાલ્યા મોભ માથે છોટા ઘમસાણ પાણ પાખરા ઘમંડ એથરા હલાણ થાવે મેઘ ઘટા બાંધી આપે ધરા દબાણ થઇ લાગ્યો શેષને ઘમંડ - ૫
તંબુ ડેરા સમીયાણા કતપર જઇ તાણ્યો રાણો માભા આડો થાણા શોભે વછરાજ નજરાણો નાણા તણો આવી કરે ઘોળ છત્ર હી ઠેરાણા શિર મંડાણા હી તાજ - ૬
સામૈયા જાનરા થાવે મંગાવે કાંતેલા સિંધુ અશ્વારૂઢ થાવે એહ કહાવે દુજો ઇન્દ્ર બરાત આવે નાટરંભ થાવે આગે મોતીએ વધાવે સામે આવે નારી વૃંદ - ૭
ઉતારે પધાર્યા મડંપ રાણો સવારે ચડતે પહોર કવ્ય લોક ન્યારા ન્યારા ઉચરે કવિત ક્રોડરા લક્ષ્ય પાસા ઘોડરા હી દાન કીયો પરીયારા રાખ્યા ધારા ક્ષીતી પ્રચલીત - ૮
પરવાળા તણા ઢાળ્યા બાજોઠ રૂપાળા તણાં મીંઢરાળા બેઠા ધારી વરમાળા મોહ હથેવાળા તણા સમે વેદવાળા ઠાઠ હોવે જોરાળા શોભતા પાટ હજારા સજોડ - ૯
ચારણ પુકાર કરે પરણવા તણે સમે વાળ્યું પણ ઓડરણ સાંભળ્યું શ્રવણ ત્યાગીને તોરણ રણ ચડ્યો રાણો પ્રણ તણો ગ્રહે પણ તેજ પણ જાણે ઉઠીયો શિવ ગણ - ૧૦
મરણ તરણ સમા ગણે ક્ષત્રીય ધરમ માટે સુરભી બ્રાહ્મણ સાધુ નિભાવણ સુર બે ચોવેળા શરણાગતી રખવાળ ટેક બકા જાણે યો લખમણ રાજપુતરો જરૂર - ૧૧
વાઘ રે સુરજ રે રથે સરે ઇન્દ્ર ઘરે શોભે એવા પતંગ રે સરે ધર્યા પલાણ કડે કડા ભેગા કરી ખરે ખરા તેગ કસ્યા સમરે ચડવા લાગી માસ તાણ - ૧૨
મરમાળા મુખવાળા પુંછ જેડા લીધા માથે તેજાળા લટાળા વાજી છુટ્યા તત્કાળ ગજાવે ડાબલે ધરા ધ્રુજાવે હાડરા ગાળા પાણ વાળા ભરે ફાળા પતંગ પાખાણ - ૧૩
જમીરી ઉઠળ ભરે પૃથી ચાક ફરે જાણે કરે વેગ ગરૂડ હારે સરે ના કેકાણ તારા ખરે આકાશેથી બ્રોડ ફરે વાજી ધ્યાન ધરે દોખી પરે મચાડે ધુફણ - ૧૪
ફરે વાર આડો સિંહ પવાડો કરવા ફતે કરી વાડી ગુંજે ડાડો ભડારા કમાંડ છંછેડ્યો પાખરા વાળો કુદાક્યો સિંધુ વિજતે ચખાડવા માંડવો દળાથે વિભાડ - ૧૫
વેરી સાથે વછરાજ આરંભ્યો ભારાથ વેડો લેયે બાથ સાથો સાથ આરૂ જે લોકાળ સુભદે ગુજરનાથ હાથ લેવે સમશેર ભડે એ પારથ ખરી સમુથ ભાલાળ - ૧૬
ત્રાંબાળુ ગડેડ્યો યુદ્ધ તડેડે આ યુદ્ધ તાળી કોડે મંડા જોધ સડેડે ક્રોધાળ થડેડે કમઠ પીઠ ખડેડે મેરૂકા થંભા જોડે ખાંગમાં આગ હડેડે જંજાળ
RAJBHA GADHVI VEER VACHRAJ SAPAKHRU LYRICS
ખડી ખડી હાલ કડી આખડ્યા અડીખમ વડીયે વડીયા લડે ચડીને વડાંગ બખ્તરા કડી લાગી જડી તેગ તણી લડી પડી ભાલા તણી ટુકડે પ્રસાંગ - ૧૮
સિંધુ વાળા રાગ થાવે અપસરા સોળા વીર હાક થાવે નારી ગજાવે મંડ ઉઠાવે દડુલા શિશ ચડાવે આકાશ ઉંચા મળી ગીધ ટોળા આવે ઘુમે મારતંડ - ૧૯
ખાગ ધારા વેઅપાર પ્રસણરા ખોધ ઢાળ્યા કટકારા સરદારો લશે આવે કામ જાર્યા શિશ શત્રુ વારા સંહારવા જુજારે ઘણા ગવારા ઉગાર્યા ધણ ક્ષત્રીયો સંગ્રામ - ૨૦
કેવીયાણ પરે જાણ આપ જમરાણ કોપ્યા પ્રાણ માણ તણા ગ્રહડે હીપાણ રથ તાણા જુવે ભાણા નવતેરી રાવ રમે ધધકે લોયણ ધોધ લાગી યુધો ધાળ - ૨૧
પુર વહી વેગવાળા નદીનાળા રગતાળા તરે શિશ વેરી વાળા ધડારો ઓવાળ કરી પાન ખપરાળા રૂધીરાળા પાન કરે ત્રિશુરાળા ચંડીકાળા ખેલે રતાળા - ૨૨
સુરવાળા રૂક ભાળ્યા કરે માળા આવ્ય શંભુ શાકની વેતાળ વીર ભુતડારા સાથ ટોળા કાળ ભરવાળા બલી ભોગ લઇ હેલે હુઆઠા સારંભાવાળા લઇ વરમાળા હાથ - ૨૩
મારૂતનો સુતે જેમ મંડાણો લંકાને માથે એડા રાજપુત કામ કર્યા અદભુત જમદુતથી ડગ્યો નઇ મન મજબુત જેનું આકરો વિદ્યુત વેગે વાછરો આફત , ૨૪
વિરાટ સ્વરૂપ ધરી વાર કીધી વેગ કરી દાનવરી સતાહરી ગુડીયા મેદાન રણ આંગણ ફતે કરી ક્ષત્રીવટ રાખી ખરી વરીયો પરી ફેરા ફરી ચડીયો વિમાન - ૨૫
રાખી શુભ ૨ ટે ચીત નીત ઉદાત સમીત જેના મુક બનેગા પંડીત સંમરમાં જીતે ક્રિત પ્રાત સમે ગીત હોવે અગણીત સંભાજીત હોવે મહીં મેળવે સાબીત - ૨૬
સોલંકી સધીર વીર કહે કવિ બાલ સુણો અરજી સગીર એક પાથની અમીર દાનવીર હરી ભીર આપજો સદબુદ્ધી દાદા બાવે હિંદવા પીર ગ્રહો રણબીર - ૨૭
કર્તા કવિ શ્રી ગીગાબાપુ કુંચાળા - આંગણકા
No comments:
Post a Comment