Posts

Showing posts from June, 2020

Paaghdi na prakar lyrics

પાઘડી ના પ્રકાર પાઘઙીની પરખ મોરબીની ઇંઢોણી ને ગોંડળની ચાંચ, જામનગરનો ઊભો પૂળો, પાઘડીએ રંગ પાંચ. બારાડીની પાટલિયાળી, બરડે ખૂંપાવાળી ઝાલાવાડની આંટિયાળી, કાળી ટીલીવાળી. ઓખાની પણ આંટિયાળી, ભારે રુઆબ ભરેલી, ઘેરીને ગંભીર ઘેડની, જાતાં આંખ ઠરેલી. સોરઠની તો સીધી સાદી ગિરનું કુંડાળું, ગોહિલવાડની લંબગોળ, ને વળાંકી વધરાળું. ડાબા કે જમણા પડખાંમાં, એક જ સરખી આંટી, કળા ભરેલી કાઠિયાવાડની, પાઘડી શીર પલાંટી. ભરવાડોનું ભોજપરું, ને રાતે છેડે રબારી, પૂરી ખૂબી કરી પરજિયે, જાડા ઘા ઝીલનારી. બત્તી જૂનાગઢ બાબીઓની, સિપાઇને સાફો, ફકીરોનો લીલો ફટકો, મુંજાવરને માફો. વરણ કાંટિયો વેપારી કે વસવાયાની જાતિ, ચારણ, બ્રાહ્મણ, સાધુ જ્ઞાાતિ પાઘડીએ પરખાતી.

નગર મેં જોગી આયા...

*નગર મેં જોગી આયા* શિવ સમાન કોઈ દાતા નહિ બિપત બીદારન હાર અબ લજજા મોરી રાખીઓ શિવ નંદી કે સવાર .. નગર મેં જોગી આયા યશોદા કે ઘર આયા સબસે બડા હૈ તેરા નામ...તેરા નામ ભોલેનાથ... ભોલેનાથ... ભોલેનાથ... અંગ વિભૂતિ ગળે રુદ્ર માલા, શેષનાગ લિપટાયો; બાંકો તિલક ભાલ ચન્દ્ર, ઔર નંદ ઘર અલખ જગાયો નગર મેં જોગી આયા..... લે ભિક્ષા નીકલી નંદરાણી, કંચન થાળ ધરાયો; લ્યો ભિક્ષા જોગી જાવ જંગલ મેં, મેરો લાલ ડરાયો નગર મેં જોગી આયા ...... ના ચાહિયે તેરી દોલત દુનિયા, ઔર ન કંચન માયા; મુઝે તેરે લાલ કા દર્શ કરાદે, મૈ કૈલાશ સે આયા નગર મેં જોગી આયા...... પંચ બેર પરિક્રમા કરકે, શ્રુંગી નાદ બજાયો; સુરદાસ બલિહારી કનૈયા, જુગ જુગ જીયે તેરો જાયો નગર મેં જોગી આયા.....

મે'ર કરી જે મામડિયાની ...

*॥ આદ્યશક્તિ મહામાયારુપ ખોડલ ॥* *( ગીત ચારણી શૈલીનુ )* ગુણ કથું હું ગાગડડિયાની , મે'ર કરી જે મામડિયાની . ત્રટ હીરણને વાસ તિહારો ,  ધરો ગાજે ત્યાં એકજધારો . તરવર ફૂલમાં વાસ તિહારો , મહેકે વાયુનો મહેકારો . ઝરણામાં ઝણકાર કરે તું  ,  નીરમાં ઘેરા નાદ કરે તું . વગડામાં વનરાઇ ઘટા તું ,  લાલ ગુલાબી વેલ લતા તું . તરવરમાં કુંપળીઓ તું છો ,  ફોરમમાં ફાગણીઓ તું છો . કેસૂડાંની કળીઓ તું છો,  પીળાં પટ આવળીઓ તું છો . વાયુરુપે વિચરે વનમાં ,  થાનકમાં ઘરમાં થનથનમાં . ગાજે વરસા નાદ ગગનમાં ,  આહુત જ્વાળા માંય અગનમાં . જાંપ જપે તો હોય જગનમાં,  લગની હોય તો હોય લગનમાં . પેઠી તું સ્વર્ગે પાતાળે , ભૂવન ત્રણે તું નજરે ભાળે . સાદ કરે તું આવે સહાઈ,  ધાબળિયાળી આવે ધાઇ. ક્રોધ ભરી તું નજરું કરતો, કાળે ય ડગલાં પાછાં ભરતો. આણ ફરે સુરજ ના ઊગે , પંથે તારે કો નવ પૂગે . ખોડલ તારાં ત્રિશૂળ ખખડે ,  ગિરનારી મૂળમાંથી ગગડે . દિગપાળોનાં છેડાં છૂટે ,  ટાણાં વિણ મેહૂલીયો ત્રુટે . વીજળિયુંના થાય લવાકાં ,  જગમાં હોય બધે ઝબકારા . કોરંભ પીઠાં થાય કડાકાં ,  ભૂમંડળમાં થ...

ગોપીચંદ રાજા બેઠો ના’વા રે ભરથરી...

ગોપીચંદ રાજા બેઠો ના’વા રે ભરથરી ... સોનલા વાટકડી ને રૂપલા કાંગસડી,  ગોપીચંદ રાજા બેઠો ના’વા રે ભરથરી.    હાથ પગ ચોળે એના ઘરની અસતરી,  વાંસાના મોર નીહાળે માતા રે ભરથરી.    મોર નીહાળંતા માં નું હૈડું ભરાણું જો.  નેણલે આંસુડલાંની ધાર રે ભરથરી.    નહિરે વાદળડી ને નહિ રે વીજળડી,  આ ઓચિંતાંના નીર ક્યાંથી આવ્યાં રે ભરથરી.    કહો ને માતાજી તમારા દલડા કોણે દુભાવ્યા,  કોણે રે કીધા કડવા વેણ રે ભરથરી.    આવી કાયા રે તારા બાપની હતી જો,  એ રે કાયાનાં મરતૂક આવ્યાં રે ભરથરી.    કો’તો,  માતાજી, અમે દુવારકાં જાયેં જો,  દુવારકાંની છાપું લઇ આવું રે ભરથરી.  કો’તો, માતાજી, અમે હિંગળાજ જાયેં જો.  હિંગળાજના ઠુમરા લઇ આવું રે ભરથરી.    કો’તો, માતાજી અમે કાશીએ જાયેં જો,  કાશીની કાવડ્યું લઇ આવું રે ભરથરી.    કો’તો, માતાજી, અમે જોગીડા થાયેં જો,  કો’તો લઇએ ભગવો ભેખ રે ભરથરી.    બારવરસ, બેટા રાજપાટ ભોગવો ,  તેરમે વરસે લેજો ભેખ રે ભરથરી.    બાર વરસ, માતા,...

હો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ...

હો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ "" રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ ! જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ… રાજ.. બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ… રાજ.. દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ… રાજ.. ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ… રાજ.. નવલી દુનિયા કેરા સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ… રાજ.. પીડિતની આંસુડાધારે - હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ શહીદોના ધગઘગતા નિ:શ્વાસે નિ:શ્વાસે સળગ્યો કસુંબીનો રંગ … રાજ.. ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ બિસ્મિલ બેટાંઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ … રાજ .. ઘોળી ઘોળી પ્યાલાં ભરિયા : રંગીલા હો! પીજો કસુંબીનો રંગ દોરંગા દેખીને ડરિયાં : ટેકીલાં હો! લેજો કસુંબીનો રંગ … રાજ .. રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ - લાગ્...