આજ તરછોડ માં જોગમાયા ભાન બેભાનમાં માત ! તુજને રટયા,વિસારી બાપુનું નામ દીધું, ચારણો જન્મથી પક્ષપાતી બની,શરણ જનનીતણું એક લીધું ; તેં લડાવી ઘણાં લાડ મોટાં કર્યા , પ્રથમ સત્કાવ્યનાં દૂધ પાયાં ; ખોળલે ખેલવ્યાં બાળને માવડી , આજ તરછોડ માં જોગમાયા ! ૧ રાસ રમતી હતી અમ તણી જીભ પર, ઝણણ પદ નૂપુર ઝણકાર થાતાં ; સચર ને અચર સૌ મુગ્ધ બનતાં હતાં , તાલ દઈ સંગમાં ગીત ગાતાં ; નર નરાધીશ જગદીશ રીઝયા હતાં , અમ તણાં એ જ ઝરણાં સુકાયાં ; ખોળલે ખેલવ્યાં બાળને માવડી , આજ તરછોડ માં જોગમાયા ! ૨ દેશભક્તિ તણા રણ મરણ મોક્ષના , પાઠ ક્ષત્રીને અઘરા પઢાવ્યા ; રંક રક્ષણ તણાં દૃષ્ટ ભક્ષણ તણાં ; આકરાં પાણ તેગે ચડાવ્યા ; લગ્ન વરમાળ કાઢી લાડવ્યાં હતાં , આજ નિરવીર્યના ગુણ ગયા ; ખોળલે ખેલાવ્યાં બાળને માવડી , આજ તરછોડ માં જોગમાયા ! ૩ આત્મ-અરપણ તણાં પ્રથમ ભુવ ભારતે, ચારણે કંઠથી સૂર છેડયા ; લાખનાં લોહીની ધાર અટકાવવા , ચારણે આપનાં લોહી રેડયા ; સત્ય આગ્રહ તણાં ઉપાસક આદિથી , સ્વતંતર જીવનના ગુણ ગાયાં ; ખોળલે ખેલવ્યાં બાળને માવડી , આજ તરછોડ માં જોગમાયા ! ૪ સત તણાં સ્વાંગ રણભોમ રંગમે’લમ...