રામ અનુરંગી | બજરંગી | lyrics | JMN0009_RAVAN
શિવનો અગ્યારમો રૂદ્ર બજરંગી || દુહો || અંસા રૂદ્ર અગ્યારમું, સમરથ પુત્ર સમીર, નીર નદી પર તીર નટ, વીત ગયો ક્ષણ વીર. || છંદ : ત્રિભંગી || મન હેત ધરંગી, હરખ ઉમંગી, પ્રેમ તુરંગી, પરસંગી, સુગ્રીવ સથંગી, પ્રેમ પથંગી, શ્યામ સુરંગી, કરસંગી, દશ કંધ દુરંગી, જુબે જંગી, ભડ રાક્ષસ ભડથટ ભંગી, રામં અનુરંગી, સીત સભંગી, બીરદ ઉમંગી, બજરંગી, જીયે બીરદ ઉમંગી, બજરંગી....ટેક..૧ કરજોમ કઠાણં, પાવ પઠાણં, દધી પ્રમાણં, ભરડાણં, ભેચક રથ ભાણું, ધરા ધુજોણં, શેષ,સમાણં, સંતાણં, ગઢલંક ગૃહાણં, એક ઉડાણં, પોચ જવાણં, પ્રેતંગી. રામં અનુરંગી, સીત સળંગી...૨ હલકાર હતૂરં, ફોજ ફતૂરં, સાયર પૂરં, સંપૂરં, કરરૂપ કરૂરં, વધ વકરૂરં, ત્રહકે ઘોરં, રણતૂરં, જોધા સહ જૂરં, જૂદ્ધ જલૂરં, આગેવાનં, ઓપંગી. રામં અનુરંગી, સીત સથંગી...૩ અવધેશ ઉદાસી, સીત હરાસી, શોક ધરાસી, સંન્યાસી, ઇણ વખત ઉક્રાસી, બોલ બહોંસી, લંક વધુસી, સદલુશી, અંજની રૂદ્ર અંસી, કમર કસંસી, ત્રાસી સાયર, તોરંગી. રામં અનુરંગી, સીત સથંગી...૪ નલ નીલ તેડાયા, ગરવ નમાયા, સબે બુલાયા, સમજાયા, પાષાણ મંગાયા, પાજ પઠાયા, લહેરી લાયા,...

Jay maa ashapura
ReplyDelete