મેંદી તે વાવી માળવે...


મેંદી તે વાવી...

મેંદી તે વાવી માળવે 
એનો રંગ ગિયો ગુજરાત,મેંદી રંગ લાગ્યો રે.

નાનો દિયરિયો લાડકો ને
કાઈ લાવ્યો મેંદીના છોડ રે. 

મેંદી રંગ લાગ્યો રે.

વાટી ઘૂંટીને ભર્યો વાટકો,
ભાભી ! રંગો તમારા હાથ.

મેંદી રંગ લાગ્યો રે.

હાથ રંગીને, વીરા ! શું રે કરુ,
એનો જોનારો પરદેશ.

મેંદી રંગ લાગ્યો રે.

લાખ ટકા આલુ રોકડા,
કોઇ જાવ જો દરિયા-પાર.

મેંદી રંગ લાગ્યો રે.

શોક્યના સાયબાને જઈ એટલુ કે'જો,
તારી બની પરણે, ઘરે આવ્ય.

મેંદી રંગ લાગ્યો રે.

બેની પરણે તો ભલે પરણે,
એની ઝાઝા દી રોકજો જાન.

મેંદી રંગ લાગ્યો રે.

શોક્યના સાયબાને જઈ એટલુ કે'‌‌‍‍જો
તારો વીરો પરણે ઘરે આવ્ય.

મેંદી રંગ લાગ્યો રે.

વીરો પરણે તો ભલે પરણે,
એની જાડેરી જોડજો જાન.

મેંદી રંગ લાગ્યો રે.

શોક્યના સાયબાને જઈ એટલું કે'જો,
તારી માડિ મરે, ઘરે આવ્ય.

મેંદી રંગ લાગ્યો રે.

માડિ મરે તો ભલે મરે,
એને બાળજો બોરડી હેઠ.

મેંદી રંગ લાગ્યો રે.

શોક્યના સાયબાને જઈ એટલુ કે'જો,
તારી માનેતીની ઊઠિ આંખ.

મેંદી રંગ લાગ્યો રે.

હાલો સિપાઈઓ, હાલો ભાઈબંધીયો !
હવે હલકે બાંધો હથિયાર.

મેંદી તે વાવી માળવે 
એનો રંગ ગિયો ગુજરાત,મેંદી રંગ લાગ્યો રે.



Comments

Popular posts from this blog

રામ અનુરંગી | બજરંગી | lyrics | JMN0009_RAVAN

જય જય હનુમાન વીર | રાજભા ગઢવી | હનુમાન જી કવિત | JMN0009_RAVAN | UNKNOWN_TELLS

લારા જાનૈયા હજાર સપાખરું શબ્દો સાથે | LARA JANAIYA HAJARA LYRICS | JMN0009_RAVAN | ગીગા બાપુ |