Sunday, July 30, 2023

રામ અનુરંગી | બજરંગી | lyrics | JMN0009_RAVAN

 શિવનો અગ્યારમો રૂદ્ર બજરંગી


|| દુહો ||


અંસા રૂદ્ર અગ્યારમું, સમરથ પુત્ર સમીર, 


નીર નદી પર તીર નટ, વીત ગયો ક્ષણ વીર.


|| છંદ : ત્રિભંગી ||




મન હેત ધરંગી, હરખ ઉમંગી, પ્રેમ તુરંગી, પરસંગી, 


સુગ્રીવ સથંગી, પ્રેમ પથંગી, શ્યામ સુરંગી, કરસંગી,


 દશ કંધ દુરંગી, જુબે જંગી, ભડ રાક્ષસ ભડથટ ભંગી, 


 રામં અનુરંગી, સીત સભંગી, બીરદ ઉમંગી, બજરંગી,


જીયે બીરદ ઉમંગી, બજરંગી....ટેક..૧




કરજોમ કઠાણં, પાવ પઠાણં, દધી પ્રમાણં, ભરડાણં, 


ભેચક રથ ભાણું, ધરા ધુજોણં, શેષ,સમાણં, સંતાણં,


ગઢલંક ગૃહાણં, એક ઉડાણં, પોચ જવાણં, પ્રેતંગી.


રામં અનુરંગી, સીત સળંગી...૨




હલકાર હતૂરં, ફોજ ફતૂરં, સાયર પૂરં, સંપૂરં, 


કરરૂપ કરૂરં, વધ વકરૂરં, ત્રહકે ઘોરં, રણતૂરં, 


જોધા સહ જૂરં, જૂદ્ધ જલૂરં, આગેવાનં, ઓપંગી. 


રામં અનુરંગી, સીત સથંગી...૩




અવધેશ ઉદાસી, સીત હરાસી, શોક ધરાસી, સંન્યાસી,


 ઇણ વખત ઉક્રાસી, બોલ બહોંસી, લંક વધુસી, સદલુશી, અંજની રૂદ્ર અંસી, કમર કસંસી, ત્રાસી સાયર, તોરંગી.


રામં અનુરંગી, સીત સથંગી...૪




નલ નીલ તેડાયા, ગરવ નમાયા, સબે બુલાયા, સમજાયા, પાષાણ મંગાયા, પાજ પઠાયા, લહેરી લાયા, રવરાયા, 


પર મારગ પાયા, રામ રીઝાયા, હણું અધાયા, હેતંગી. 


રામં અનુરંગી, સીત સથંગી...૫




અસૂકં અલબેલી, બાગ બનેલી, ઘટા નવેલી, ઘહરેલી, 


ચહૂકોર ભરેલી, ફુલ ચમેલી, લતા સુગંધી, લહરેલી, 


અંજની કરએલી, સરવે સેલી, હેમ હવેલી, હોવંગી.


રામં અનુરંગી, સીત સથંગી...૬


 લખણેશ ભડાત, સેંન લડાતું, મુરછા ઘાતું, મધરાત, 


સાજે ઘડી સાતં, વધે વિધાત, પ્રાણ છડાતું, પરભાત,


 જોધા સહમાતં, જોર ન જાતં, લે હાથ, બીડું સંગી.


રામં અનુરંગી, સીત સળંગી...૭




હનુમંત હકારં, અનડ અપારં,ભુજબથ ડારં, ભભકારં, 


કરરૂપ કરારં, વધ વિકરારં, દ્રોણ ઉઠારં, નિરધારં,


અમર લીલારં, ભાર અઢારં, લખણ ઉગારં, દિધેલંગી. 


રામં અનુરંગી, સીત સથંગી...૮




સીંદુર સખંડ, ભળળ ભેકુંડ, તેલ પ્રચંડ, અતિતુંડં, 


હત સારહ ખંડ, અડર અખંડ, ભારથ ડંડં, ભૂડડં,


ચારણ કુલ ચંડં, વેરી વિખંડં, પ્રણવે ‘કાંનડ’, કવિપંગી. 


રામં અનુરંગી, સીત સળંગી...૯




|| કળશ છંદ : છપ્પય II




બડો દેવ બજરંગ, જંગ જીપણ જોધારા, 


બડો દેવ બજરંગ, હોઇ ધર ખ્યાત હજારા, 


બડો દેવ બજરંગ, અંગ ઉમંગ અપારા, 


બડો દેવ બજરંગ, સેવકા કાજ સુધારા, 


દેવાંજ દેવ હનુમંત દત્તા, સરતા લત્તા સરગરો, 


કરજોડ કાનડ” પ્રણવે કવિ, બડો શરણ બજરંગરો.




રચયિતા : ચારણ કવિશ્રી કાનદાસજી મેહડુ


ગામ વાલાવડ, ગુજરાત, ચારણ કવિ પ્રવીણભા હરસુરભા મધુડા સંપાદિત 'શિવ વંદના’, પ્રથમ આવૃતિ, પાના નં. ૫૭




Typing by - SAGARDAN PRAVINDAN GADHAVI


(સાગરદાન પ્રવીણદાન ગઢવી)

No comments:

Post a Comment