તારે રેવુ ભાડા ના મકાન માં...
તારે રેહવું ભાડા ના મકાન માં
હે રહ્યા ના રાણા રાજીયા
સુરનર મુનિવર સમેત
હે રહ્યા ના રાણા રાજીયા
સુરનર મુનિવર સમેત
હજી છે બાજી હાથમાં
અરે રે ચેત નર તું ચેત
હે.......... અડધું આયખું ટીવી માં ગ્યું ને તારું અડધું ગ્યું ફોન માં હેજી મન માં તો ગીતડાં ફિલમ ના વાગે તારા કહેવાતા મૌન માં હે તારે પડવું નથી એના ધ્યાન માં, હરિ મળતા નથી એમ ગામ માં તું તો દર્શન માંગે દુકાન માં
જીવ શીદને ફરે છે ગુમાન માં, ગુમાન માં તારે રેવું રે ભાડાં ના મકાન માં
હે જીવ શીદને ફરે છે ગુમાન માં, ગુમાન માં તારે રેવું રે ભાડાં ના મકાન માં
હે વ્હાલા સમજી લેજે તું આ સાન માં, સાન માં તારે રેવું રે ભાડાં ના મકાન માં હે તારે રેવું રે ભાડાં ના મકાન માં હરિ
રોટલો ના નાખ્યો તે ભૂખ્યા ના પેટમાં ભક્તિ રહી તારી હે ઈન્ટરનેટ માં
હો....રોટલો ના નાખ્યો તે ભૂખ્યા ના પેટમાં ભક્તિ રહી તારી હે ઈન્ટરનેટ માં
હવે ખૂટ્યો છે ડેટા પ્લાન માં, તારા પ્લાન માં તારે રેવું રે ભાડાં ના મકાન માં હે તારે રેવું રે ભાડાં ના મકાન માં
હે વ્હાલા સમજી લેજે તું આ સાન માં, સાન માં તારે રેવું રે ભાડાં ના મકાન માં હે તારે રેવું રે ભાડાં ના મકાન માં હરિ
હવે બચવાનું શું ઉડી જાશે રે બધું હરિ નામ નો લીધું ઉડી જાશે રે બધું
ઉડી જાશે બધુંય પણ શું ઉડી જાશે મારા બાપ
ટૂંકી બુદ્ધિ, લાંબી ગાડી, સૂટ બુટ-પટોળા સાડી, રૂપીયા ના ઝાડ, ક્રેડિટ કાર્ડ, પ્લોટ વોટ, સોનુ ચાંદી અને શ્રદ્ધા તારી સાજી માંદી
હે હવે બચવાનું શું ઉડી જાશે રે બધું હરિ નામ નો લીધું ઉડી જાશે રે બધું
તે તો દરવાજો ખોલ્યો એ અળવીતરા હે તે તો દરવાજો ખોલ્યો વિમાન માં, વિમાન માં તારે રેવું રે ભાડાં ના મકાન માં હે તારે રેવું રે ભાડાં ના મકાન માં
હે વ્હાલા સમજી લેજે તું આ સાન માં, સાન માં તારે રેવું રે ભાડાં ના મકાન માં હે તારે રેવું રે ભાડાં ના મકાન માં
હે હાલક ડોલક હોડકું અને તૂટેલી પતવાર હે....હાલક ડોલક હોડકું અને તારી તૂટેલી પતવાર હરિ હલેસું ના લીધું, હવે ક્યાંથી લાગે પાર, ક્યાંથી લાગે પાર ક્યાંથી ક્યાંથી લાગે પાર
Comments
Post a Comment