Posts

Showing posts from May, 2020

ભામણા રે લીયા રે સુરજભાણ ના...

ભામણા રે લીયા રે સુરજભાણ ના હે..એવા ભામણા રે લીયા રે સુરજભાણ ના(2) હે...તું એક ઉગેને આખું જગ અજવાળું થાય રેં કશ્યપ ના કુંવર.ભામણા રે લીયા રે સુરજભાણ ના(2) હે... એવા કોટીક દીવડા ને કોટીક દેવતા(2) હે.......પણ રાતનો ભાગે તુજ વિના અરણ રે.કશ્યપ ના કુંવર.ભામણા રે લીયા રે સુરજભાણ ના(2) હે...તારે ઉગવું રે અચુક આળહ નય અંગમાં.(2) હે...ભાગ્યવંતી રાણી.(2)રન્નાદે ના ભરથાર રે કશ્યપ ના કુંવર.ભામણા રે લીયા રે સુરજભાણ ના(2) હે...એવા રંગરે કેશરીયા આભે રેલીયા.(2) હે.....મહેકવા લાગ્યા(2)દુનિયા કેરા બાગ રે કશ્યપ ના કુંવર.ભામણા રે લીયા રે સુરજભાણ ના(2) હે...એવા અંધકાર સંકેલે કાળા ઓઢણા(2) હે.....ફુલયો ગોવિંદ(2)ચૌદલોક પ્રકાશ રે.કશ્યપ ના કુંવર.ભામણા રે લીયા રે સુરજભાણ ના(2) હે...હુતો ભામણા રે લીયા રે સુરજભાણ ના(2) હે...તું એક ઉગેને આખું જગ અજવાળું થાય રેં કશ્યપ ના કુંવર.ભામણા રે લીયા રે સુરજભાણ ના(2) કવિ શ્રી ગોવિંદભા પાલિયા

વેંડારી કટારી...

*વેંડારી કટારી*  ભલી વેંડારી કટારી લાંગા એતાદિ કળાકા ભાણ સંભારી કચારી માહી હોવંતે સંગ્રામ હેમજરી નીસરી વનારી શાત્રવાંકા હૈયા અજાબી આ માંગે થારી દોધારી ઇનામ પઢ્ઢી અઢ્ઢી આખરા કી જમદઢ્ઢી કઢ્ઢી પાર ધ્રસઢ્ઢી શાત્રવાં હૈયે રાખવા ધરમ બમ્બોળી રતમ્માં થકી કંકોળી સી કઢ્ઢી બાર હોળી રમી પાદશારી નીસરી હરમ આષાઢી બીજલી જાણે  ઉતરી શી અણીબેર મણિ હિરાકણી જડી નખારે સમ્રાથ મણિએહો મૃગાનેણી બેઠી છત્રશાળી માંય હેમરે જાળીએ કરી શાહજાદી હાથ કરી વાત આખિયાત અણી ભાત નથે કણી જરી જાળીયામા તરી જોવે ઝાંખ ઝાંખ શાત્રવાંકા હીયા બીચ સોસરી કરી તે જેસા ઈસરી નીસરી જેસી તીસરી સી આંખ - મહેરામણજી જાડેજા (રાજકોટ)

ભગવાન જેવી ભેળીયાળી...

ભગવાન જેવી ભેળીયાળી ભગવાન જેવી ભેળીયાળી , માત સોનલ તું મૈયા,  ચરણે નમે સંસાર સઘળો , દેવ સોનલની દયા... ઝળહળે જ્યોતું  જોગમાયા ,  ધુપ દિપ ચરણે ધરે, મૃતલોકના સૌ માનવી , તને હજારો અરજુ કરે, ઉધ્ધાર કરવા અવતરી , દુ:ખો બધા દુર થઈ ગયા.  ભગવાન જેવી ભેળીયાળી... જો મુખો હજારો હોત તો , સહસ્ત્રથી ગુણગાત તારા, મુખ એકથી માને વખાણું , નાદ પિંગળ કર નયા, જળતયૉ  કેરૂ જાજ લઇ , ચંદી સદા સૌ તારીયા, ભગવાન જેવી ભેળીયાળી...  મળીયાય સાડા તીન પ્હાડા , નાત ગંગા નરમળી, સાડાય ત્રણ ઇ વજર માળા , સોનલ મહાશક્તિ ખરી, થાપ્યું ભવેસર થરૂ ત્યાં , સત્ જુગના છાંયા થીયા, ભગવાન જેવી ભેળીયાળી... કવિરાજ નારત કાગ દુલો , મૃતલોકને રીજવ્યા હતા, દેથાય શંકરદાનજીને , વળી મેરૂભા હતા, પિંગળ નરેલા તણો સુત , બાકી ઘણા કવિયો જીયા, ભગવાન જેવી ભેળીયાળી... પહેલે પીયાળે રાસ રમતી , વળી તું વ્રેમંદ ખડી, પાવાય ગઢમાં તુજ પોગી , ક્રોડ જમાડયા કાપડી, શિવા તણી તે  કરી ચડતી ,  હમીર ઘર જઇ અવતર્યા, ભગવાન જેવી ભેળીયાળી... નરા તણી તુ નવેખંડે , કળા તારી કુદરતી, સૌના હ્રદયમાં રમે સોનલ , અણુ અણુમેં ઇશ્ર્વરી, મહી રાવણ તણા તે...

સોહે લાખેણિ લોબડિયાળી ત્રિશુલ ખપ્પર ધારી...

સોહે લાખેણિ લોબડિયાળી ત્રિશુલ ખપ્પર ધારી સોહે લાખેણિ લોબડિયાળી ત્રિશુલ ખપ્પર ધારી ચંડિકા ચારણી,જોગમાયા ખોડીયાર વિખ વારણી તારણી બેડો મગર સવારીવારી  પાવન જગત જાણું ગંગા અવતાર. માડી ઊથાપ્યુ વાંઝીયા મેંણુ મામડિયા માદા ઘેર, પ્રગટી ઝુંઝવે રૂપે જ્યોતિ અખીયાત, આઈ આવડ ખોડલ માડી જોગડ તોગડ બીજ, હોલ ને સાંસઈ સંગ મેરખિયો ભ્રાત. એમા વખાણું ખોડલી જેની જડેના જોડલી, ગામો ગામ ઘરો ઘર ઘટો ઘટ મા પુજાય, છોરું વડેરાં છોટેરાં વાલા સરખા સદાય માડી, દયા દયા દયા તારી દયા છલકાય. માની તાતંણીયે ડાક વાગે ત્રંબાળુ વરાણે ગળધરામાં નગરા બાજે રાજપરા ઢોલ દધિ ડુંગરે દેવળે રાજે નેહ્ડે નગરે  સાદ સુણતા સમાવી બૉલ દિયે દેવી કોલ ખારા સંસારે વીરડી મીઠી દરીયો દયાનો ગાજે  બરખે માયાનો માડી મેઘ બારેમાસ  વધે હેત હરિયાળી વેલી ભલી અલબેલી દેવી  અનંત બ્રહ્માંડે રહી ખેલી રંગરાસ નોંધારાનો મા આધાર સરધાર ખોડિયારે થાતી ધોડી ભકતોને વાર કરતી ધરાર  નમુ નાગણી લાગણીવારી કૃપા એકધારી તારી  ખમ્મા ખોડીયાર માડી ખમ્મા ખોડીયાર ધન્ય ધર્મી ધજાળી ભોળી દાતાર અપાર  ઘડી ઘડી રીજી જગ માથે કરે ઉપકાર સુર ચંદર તારલો વ્યોમ દશે દિ...

ઠાકોરજી નથી થાવું...

ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ધડ ધીંગાણે જેના માથા મસાણે,એનો પાળીયો થઈને પૂજાવું રે, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ટોચોમા ટાંકણું લઈને ઘડવૈયા, મારે પ્રભુ થઇ નથી પુજાવું,(2) ધડ ધીંગાણે જેના માથા મસાણે, એનો પાળીયો થઈને પૂજાવું રે. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. હોમ હવન કે જગન જાપથી, મારે નથી પધરાવું.(2) બેટડે બાપના મોઢા ન ભાળ્યા, એવા કુમળે હાથે ખોડાવું રે. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. પીળા પીતાંબર અને જરકશી જામા, મારે વાઘામાં નથી વીંટળાવું,(2) કાઢ્યા’તા રંગ જેણે ઝાઝા ધીંગાણે, એવા સિંદુરિયા થઈને ચોપડાવું રે. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ગોમતીજી કે જમનાજીમાં મારે, નીર ગંગાથી નથી નાવું,(2) નમતી સાંજે કોઈ નમણી વિજોગણના, ઉના ઉના આંસુડે નાવું રે. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. બંધ મંદિરીયામાં બેસવું નથી મારે વન વગડામાં રે જાવું,(2) શુરા ને શહીદોના સંગમાં રે મારે ખાંભી થઈને હરખાવું રે. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. કપટી જગતના રે કુડા રે રાગથી ફોગટ નથી રે પુજાવું,(2) મડદાં બોલે એવા સિંધૂડા રાગમાં શુરોપુરો થઈને હરખાવું રે. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. મોહ ઉપજાવે એવી મૂર્તિમાં રે મારે ચીતર...

આનુ નામ દુશ્મન...

ગોંડલ રાજાના કુંવર, સંગ્રામજીના દિકરા, નામ એનુ પથુભા. નાની ઉંમર એમની. કોઈ કામ સબબ એમને કુંભાજીની દેરડી કેવાય એ તરફ જવાનુ બનેલું. એટલે ૨૫-૩૦ ઘોડેસવારોની સાથે પોતે નીકળ્યા.  એમા કુકાવાવના પાદરમા પહોચ્યા. ઘોડાઓ નદિમા પાણી પીએ છે. કુંવર (માણસોને) : હવે દેરડી કેટલુ દુર છે? માણસો : કેમ કુંવરસાબ? કુંવર : મને ભુખ બહુ લાગી છે. માણસો : બાપુ, હવે દેરડી આ રહ્યુ, અહિથી ૪ માઇલ દેરડી આઘુ છે, આપણે ઘોડા ફેટવીએ એટલે હમણા આપણે ન્યા પોગી જાઈ અને ત્યા ડાયરો ભોજન માટે આપણી વાટ જોતો હશે. કુંવર : ના, મારે અત્યારે જ જમવુ છે. આ તો રાજાનો કુંવર એટલે બાળહઠ ને રાજહઠ બેય ભેગા થ્યા.  એટલામા કુકાવાવનો એક પટેલ ખેડુત પોતાનુ બળદગાડું લઈને નીકળ્યો ને એણે કુંવરની વાત સાંભળી એટલે આડા ફરીને રામ રામ કર્યા ને કિધુ કે, “ખમ્મા ઘણી બાપુને, આતો ગોંડલનું જ ગામ છે ને, પધારો મારા આંગણે.” કુંવર અને માણસો પટેલની ઘરે ગ્યા.  ઘડિકમા આસન નખાઇ ગ્યા, આ બાજુ ધિંગા હાથવાળી પટલાણીયુ એ રોટલા ઘડવાના શરૂ કરી દિધા, રિંગણાના શાક તૈયાર થઈ ગ્યા, મરચાના અથાણા પીરસાણા અને પોતાની જે કુંઢિયુ બાંધેલી એની તાજી માખણ ઉતારેલી છાશું પીરસાણી. કુંવ...