Sunday, May 22, 2022

આજ કાલ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ બનાવવી જાણે ફેશન બની ગઈ છે l UNKNOWN_TELLS l JMN0009_RAVAN l માતા પિતાએ સમજવા જેવી બાબત લ

આજકાલ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ બનાવવી એતો જાણે એક જાતની ફેશન થઈ ગઈ છે,



આજના જમાનામાં જે કોઈ પણ વ્યક્તિ ને બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ ના હોય એમની તો જાણે આ દુનિયામાં કઇ કદર જ નથી, 

આવું કેમ '?...શુ ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ બનાવું એટલું જરૂરી છે..?


Dear Girls,


છોકરીઓ એક વાત નો જવાબ આપો મને, શું કોઈ હેન્ડસમ છોકરો તમારી સાથે સારી સારી લોભામણી વાતો કરે તો એ વ્યક્તિ કલાકો માજ કેમ તમને તમારા માતા પિતા કરતા પણ વ્હાલો લાગવા લાગે છે..?


એ ના ભૂલો કોઈ પણ માતાપિતા માટે એમની દીકરી જ એમની ઈજ્જત હોય છે, માતાપિતા દીકરીને એમના જીવથી પણ વધારે વ્હાલ કરે છે.કોઈ પણ પગલું ભરતા પહેલા માં-બાપ નું વિચારવું.


દિવસ રાત મેહનત કરે છે કારણ કે દીકરી સારી સ્કુલ કૉલેજ માં અભ્યાસ કરી શકે, સારું ખવડાવી શકે સારા કપડા અપાવી શકે , પણ કેટલીક છોકરીઓ ઘેરથી કહીને નીકળે છે કૉલેજ જવ, અને પછી એ બોયફ્રેન્ડ સાથે રખડે છે.અત્યાર ની છોકરીઓ માં-બાપ ને બહુ છેતરે છે.


છોકરી મોટી થાય એટલે મોબાઈલ ની માંગ કરે  માં-બાપ બિચારા સમજાવે કે અત્યારે તને સુ જરૂર પડી મોબાઈલ ની છતાં કોઈ સંજોગો માં માને નય અને આખરે છેવટે માં-બાપ તેની વાત છેલ્લે માને છે અને તેને મોબાઈલ લય આપે છે પછી ભલે તે સાવ ગરીબ હોય માં-બાપ સારા વિચારો રાખીને તેને મોબાઈલ આપે છે પણ મોબાઈલ આવતાની સાથેજ કામ ની વસ્તુ ઓ તો થાય જ છે પણ તેની આડ માં બીજી ઘણી વસ્તુઓ પણ ચાલતી હોય છે.ઘર માં રહે તો એમ લાગે કે મારી છોકરી બહુજ સંસ્કારી છે પણ રીયલ માં બહાર નીકળે ત્યારે તો કાય અલગ જ રંગ માં રંગાયેલી હોય છે બીજા મોબાઈલ નંબર ના સિમ પણ બદલી જાય,ઘરે આવ્યા પહેલા whatsapp ચેટ પણ ડિલિટ થઈ જાય છે માં-બાપ ને એની ભનક પણ ના હોય અને કાંડ કરી નાખે જયારે ખબર પડે ત્યારે સાવ મોડું થાય ગયું હશે, માં-બાપ બિચારા ભણેલા ગણેલા હોય તો તેને ખબર પડતી હોય પણ જે સાવ અભણ હોય તે તો સાવ ભાંગી જ જાય છે.મોબાઈલ પણ પાસવર્ડ પ્રોટેકટેડ હોય છે,તમે સાચા હોવ તો પાસવર્ડ શુકામ રાખો છો છે હિમ્મત છે તમારા માં પાસવર્ડ વિના મોબાઇલ રાખવાની.માં બાપ જરા પણ મોબાઈલ અડકે તો આજ ના છોકરા અને છોકરીઓ તરતજ ગુસ્સો થઈ જાય અને એમ પણ કહી દે કે મારો મોબાઈલ કદીયે અડકવાનો નહિ હો સમજાયું ને હવે હું બીજી વાર નહિ કહીશ.એક નાનકડા મોબાઈલ ના લીધે સારા એવા સબંધો તૂટી જાય છે.


મહીનાઓની જાન-પહેચાન માઁ બાપ થી પણ વધારે સારા લાગવા લાગે છે...

બોયફ્રેન્ડ કોઈ વાત પર કંઈ બોલે તો પ્રેમ અને માઁ બાપ બોલે તો કે મને વઢે છે , એમને પોતાનો ઘર પણ જેલ લાગવા લાગે છે,અત્યાર ની છોકરીઓ સ્વચ્છન્દી બની ગઈ છે થોડીક મોટી થાય અને સમજ અને જોબ આવી ગયા પછી મન ફાવે તે કરવા માંડે છે જોબ ના વાતાવરણ માં પણ વધારે પૈસા કમાવાની લાલચ માં પવિત્રતા ની બલી ચઢાવે છે સ્ત્રીઓ ભલે પગભર થાય પણ પવિત્રતા અડીખમ રાખવી જોયે.અડધો રોટલો મળે તો આખા રોટલા પાછળ ના ભાગવું.સંતોષ એ સુખી થવાનું પગથિયું છે અને માં-બાપ ને પણ બાળકો ને ભણવાની સાથે સાથે સંસ્કાર પણ આપવા જોયે તો જ સોના માં સુગંધ ભળે.


અત્યાર ના છોકરા છોકરીઓ માં-બાપ ની સામે જેમ ફાવે તેમ બોલે છે.મન ફાવે તેવું કરવા દો તો તેને મજા આવે છે એવી અત્યાર ની મેન્ટાલીટી.મન ફાવે તેવું કરવામાં હંમેશા ફેમિલી તૂટે છે.


ચાલો મેં માની પણ લીધું બોયફ્રેન્ડ બનાવ્યો.

પણ એવું તો કેવું પ્રેમ/વિશ્વાસ..?


ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ બનાવું એ પાશ્ચત્ય(વિદેશી) સંસ્કૃતિ નું આંધળું અનુકરણ છે આવું આંધળું અનુકરણ કરવાથી ઘણા પરિવાર તૂટી રહ્યાં છે.લિવ ઈન રિલેશન એટલે કે લગ્ન કર્યા  વગર સાથે રહેવું આવા તો ઘણા દુષણો પાશ્ચત્ય સંસ્કૃતિ માંથી આવ્યા છે 


અત્યારે તો બોયફ્રેન્ડ બને એટલે તરત જ થોડી જીદ્દ કરે તો એના મોકલેલા ગંદા જોક સાંભળવા એને nude ફોટો શેર કરવા (આ તો કેવું પ્રેમ..?)


જીંદગી માં સારા વિચારો કરવામાં આવે તો કદીયે પસ્તાવાના વારા આવતા નથી. પ્રેમ નો મતલબ ગુલામી નથી.


પ્રેમ ના નામે લુખ્ખા છોકરાઓ પૈસા પાડવાના ગોરખધંધા અને પછી ધીરે ધીરે તમારા મગજ માં ખરાબ વિચારો ધરબાવી દે છે પછી તમે માં-બાપ વિરુદ્ધ જાય છે પ્રેમ અંધ થયેલી છોકરી એવું કરવામાં જરાય એ શરમ અનુભવતી નથી ભાગીને લગ્ન કરવામાં તમારી તો ઈજ્જત જાય પણ માં-બાપ ની પણ જાય ખાસ કરીને આવા લોકો ને કોઈ જાત ને શરમ જ ના હોય.સોના દાગીના અને રોકડ રકમ લઈ ને ભાગી જવાનું કહે છે અને આજના જમાના ની મૂર્ખ છોકરીઓ આવું કરવામાં જરાય શરમ અનુભવતી નથી.અને માં-બાપ પણ ઢીલાસ રાખે છે કે આપણા છોકરા અને છોકરીઓ શુ કરે છે જરાય તસ્દી નથી  લેતા કરતા હોય એમ કરવા દયો.પછી આવે પસ્તાવાના વારા.

  

આવા વાસના ના ભૂખ્યા છોકરાઓ ધીમે ધીમે સેક્સ નો કીડો તમારા મગજ માં ઘર કરાવે આ કીડો તમારા માં આવે તે પહેલાજ તેને મારી નાખો નહીંતર તમારો આવનારો સમય ખુબજ ખરાબ આવશે,આવા છોકરાઓ તેના માં-બાપ ના સંસ્કારો બતાવે છે.છેલ્લે તો તકલીફ છોકરી ને જ પડે છે.મજા કરવા વાળા તો છેલ્લે છટકી જશે.  


તમારા ફોટોસ અને મેસેજેસ નો દૂર ઉપિયોગ કરે તો ...??અને થાય જ છે એવું તમને ગમે તેવો વિશ્વાસ હશે છતાં પણ એવું જ થશે,કેમ તમે કે ભગવાન તો નથી ને  કે તમને બધી ખબર પડી જાય. 


પેલા તો આપણી જાત ને પૂછવું જોયે કે આપણે શા માટે ગર્લફ્રેન્ડ કે બોય ફ્રેન્ડ બનાવ્યા, મેં જોયું ત્યાં સુધી આજ ની છોકરીઓ પોતાના ખર્ચા કાઢવા માટે સારા સારા કપડાં લેવા માટે પેટ્રોલ માટે મોંઘી મોંઘી ગિફ્ટ માટે બોય ફ્રેન્ડ બનાવતી હોય છે અને અત્યાર ના છોકરાઓ પણ તે બહુ આપે છે તેઓ સમજતા હોય છે કે આજ નહિ કો કાલ મારી ઝાળ માં ફસાશે જ.અપવાદ બધે જ હોય.અને પછી મોજમજા અને જલસા થાય. 


આપણે લગ્ન કરશુ એવા ઈરાદા થી તમે ગર્લ ફ્રેન્ડ કે પછી બોય ફ્રેન્ડ બન્યા છો,કે ખાલી ટાઈમ પાસ માટે એમાય WhatsApp આવી ગયા પછી તો જલસા પડી ગયા,અત્યાર ના સમય માં ટેકનોલોજી સદુપયોગ કરવો ખુબજ અનિવાર્ય છે.કોણ દગો દે તે નક્કી નહિ મોજ-મજા જલસા કર્યા પછી સારા એવા લોકો સામે પણ જોતા નથી અને જુએ છે પછી થોડા દિવસો સબંધ રાખે છે અને પછી કોઈ પણ કારણ વગરનો ઝગડો કરી ને તમારો સબંધ તોડી નાખે છે કાંતો બહાના બતાવે કે હું મારા મમી પપ્પા ને પૂછી લવ કે આપણે લગ્ન કર્યે કે નય કાંતો એમ કહે કે આપણા  બંને ના ધર્મ અલગ અલગ છે આ બહાનો હમણાં બહુ ઉપડયો છે,નામ બદલાવીને ગોરખધંધા ચાલે છે સાવધાન રહેવું.(નોંધ- બધા ધર્મ સરખા છે અને માનવતાનો જ સંદેશ આપે છે પણ ઘણા અસામાજિક તત્વો ધર્મ ના નામે વેરઝેર ફેલાવે છે)આવા તો ઘણા બહાનાઓ હોય છે તમને મનાવાના.આવા શાતીર દિમાગ વાળા નો પ્લાન પહલે થીજ ફિક્સ હોય છે કે આપણે મોજમઝા કર્યા પછી કયો બહાનો આ કેસ માં ફિટ બેસ છે.આવા કામવાસના ના ભૂખ્યા લોકો ને આ એક રમત છે નવા નવા કેસ હૅન્ડલ કરવાની.


પહેલા તો તમને ખોટે ખોટા સાચા પ્રેમ નો દેખાડો કરે પછી તમારો તેમની સાથે એક ગાઢ સબંધ બંધાય છે પછી આપણ ને તેની લત લાગી જાય છે પછી ભોળી છોકરીઓ આવા સબંધ બચાવવા  માટે બધા પ્રકાર ના સબંધ  બાંધવા માટે મજબુર કરાય છે અને પછી તમને વિશ્વાસ માં રાખે છે કે હું તારી સાથે જ લગ્ન કરીશ અને પછી ઉપયોગ કરીને ભૂલી જાય છેઅને પછી પસ્તાવા ના વારા આવે છે.છોકરીને પોતાની ઈજ્જત બહુજ વહાલી હોય છે. 


આ દુનિયા માં ઘણા લોકો એવા છે જે કોઈ ની જિંદગી બગાડવામાં બહુ સારો રસ ધરાવે છે,એમાં કોઈ પણ હોઈ શકે તમારા કહેવાતા કલોઝ ફ્રેંડ્સ ,તમારા પાડોસી, અને નજીકના સગા વહાલા પણ તમને આવા ખરાબ રસ્તા માં પટાવીને ધકેલે છે એટલે અત્યારે આ દુનિયા માં કોઈ નો ભરોસો ના કરવો ગમે તેવો ખાસ ફ્રેન્ડ હોઈ આપણા માં ભગવાને બુદ્ધિ તો આપીજ છે કે આ મને ક્યાં રસ્તા પર લઈ જાય છે.અત્યારે વગર વાંકે તમારી ઈમેજ ખરાબ કરવાના સડયંત્રો બનાવી રહ્યા છે.માં-બાપ એ તમને સારા માં સારા સંસ્કાર આપ્યા હશે પણ જો તમારી સંગત સારી નહિ હશે તો બધું ફેઈલ જશે.ખરાબ સંગત એ આપણું જીવન પતન ના માર્ગે ધકેલાય છે.ટૂંકા માં ખરાબ સંગત ના ખરાબ વિચારો આપણા મગજ માં પ્રવેશવા ના જોયે.

#UNKNOWN_TELLS

તમારી એક ભૂલ ના કારણે ત્રણ જિંદગી નર્ક બની જશે,અને નીચે જોવાના વારા આવે અલગ થી.તમારી અને તમારા માઁ-બાપ ની માટે કઇ સારું ન કરી શકો તો કંઈ નૈં, પણ કમ સે કમ ખરાબ તો ન કરો માં-બાપ નું તો વિચારો એ ન હોત તો તમે શી રીતે આ ધરતી પર હોત.કોઈ પણ પગલું ભરતા પહેલા માં-બાપ નું વિચારવું...


#હું_માં_બાપ_ને_પણ_અનુરોધ_કરુ_છુ_કે_તમે_તમારા #_છોકરા_છોકરીઓ_ને_મોબાઈલ_આપો_પણ_      

#સતત_તેના_હાવ_ભાવ_થી_તપાસ_તા_રહો_તેમાં_આળસ_કરશો_નહિ


હું પ્રેમ નો વિરોધી નથી પણ મેં મારી જિંદગી માં કોઈ ને પણ સાચો પ્રેમ કરતા નથી જોયા અને અત્યારનો પ્રેમ સ્વાર્થી છે ક્યાંક જ અપવાદ હોઈ શકે,પણ સાચા પ્રેમ નો એક પણ કિસ્સો જોયો નથી.


આપણે કોઈ ના બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ પહેલા કોઈની દીકરી,દીકરા,બહેન,ભાઈ છે ભગવાન એ ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ નામ નો કોઈ સબંધ બનાવ્યો નથી.


#પ્રેમ_ખરાબ_નથી_પણ_તેમાં_સમજણ_શક્તિ_નો_અભાવ_ #અને_આંધળી_ડોટ_મુકવી_એ_સૌથી_ખરાબ_છે.


#પ્રેમ_એટલે_શરીર_સાથે_નહિ_પણ_આત્મા_સાથે_પ્રેમ   

#JMN0009_RAVAN

#તમારો_સાચો_પ્રેમ_હશે_અને_પુરે_પૂરો_વિશ્વાસ_હશે_તો_ઑટોમૅટિક_તમારા_માં #શિષ્ટચાર_આવશે_અને_ભગવાન_પણ_તમારી_સાથે_રહેશે_બસ_વાત_છે_ખાલી_મર્યાદાની #અને_શરત_વિનાના_પ્રેમ_ની. 


#પહેલા_લગ્ન_કરો_અને_પછી_જ_મર્યાદા_માં_રહીને_સુખી_જીવન_ગાળો_અને_લગ્ન_થયા_પછી_તેને_નિભાવો_મહત્વનો_છે 


#આ_વાક્ય_તો_સાંભળ્યું_જ_હશે_ચેતતા_નર_સદાય_એ_સુખી. 


#આજ_ના_જમાના_માં_ડગલે_ને_પગલે_સાવધાન_રહેવું 


જિંદગી માં પ્રેમ જ મહત્વનો નથી બીજું પણ ઘણું આ દુનિયામાં છે.બોયફ્રેઈન્ડ અને ગર્લફ્રેન્ડ બનવાનો ધંધો ચાલે છે બે દિવસે દિવસે બદલે છે આ વસ્તુ તો.


 લગ્ન પહેલા એવી હરકત તો ક્યારે ન કરો જેનાથી તમારે પસ્તાવું પડે અને તમારા માઁ-બાપ ને આખી દુનિયા સામે નીચું જોવું પડે.


અત્યાર ની પેઢી ને એક જ વિનંતી કે ભગવાને તમને મનુષ્ય જીવન આપ્યું છે તો કોઈ સારા નિસ્વાર્થ કર્મ માટે આપ્યું છે નહિ કે કોઈ ની આત્મા દુભાવા માટે જીવન જીવો ખુબજ પ્રસન્નતાથી આનંદ થી પરંતુ ભારતીય સંસ્કૃતિ ની માન મર્યાદા સાચવીને.અત્યાર ના સમય માં જિંદગી  નુ કઈ નક્કી નથી મિત્રો ક્યારે શુ થાય જાય.મરવા વખતે આપણ ને પસ્તાવો ના થવો જોયે કે આપણે જીવન માં કોઈ નિસ્વાર્થ કર્મ કર્યું  નહિ.મનુષ્ય જીવન શ્રેષ્ઠ છે બાકી ભગવાન આપણ ને કુતરા બિલાડા ના બનાવે.


મનુષ્ય ની જિંદગી મળી છે જલસા કરી લેવાય આવી વિચારધારા પતન ના માર્ગે  ધકેલાય છે.


#આ_પોસ્ટ_માં_મારાથી_આડુંઅવળું_લખાયું_હોય_તો_હું_હૃદય_થી_સોરી_કહું_છુ.


મિત્રો, આ પોસ્ટ ને વધારે માં વધારે તમારા મિત્રો અને સહેલીઓ સાથે Share અને  તમારી રીતે  POST કરવા વિનંતી, કોઈ છોકરી સમજ સે તો તે બચી જશે....Please 


મિત્રો, જીવન માં સુખ દુઃખ આવ્યા કરે તેમનો સામનો કરવાનો નમાલા ની જેમ પડી નહિ રહેવાનું,જીવન ત્યજી દેવાનો વિચાર કદીયે નહિ કરવાનો અને ભગવાન પર પુરે પૂરો વિશ્વાસ રાખવાનો કેમ કે આ દુનિયા માં જેનું કોઈ નથી એનું ભગવાન છે. ભગવાન એક જ ભૂલ માફ કરે છે એક ની એક ભૂલો ને વારંવાર દોહરાવામાં ભગવાન પણ માફ કરતો નથી .મનુષ્ય જીવન અમૂલ્ય છે


Tina Aroma

#UNKNOWN_TELLS

#JMN0009_RAVAN




No comments:

Post a Comment