Posts

ડાયરો - ડાયરો કેવો હોય - લોક ડાયરો - jmn0009_ravan - ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા

Image
ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા વાગે... પણ પહેલા  જાણો કે આ ડાયરા એટલે શું ?  ગુજરાતીઓ ડાયરો અને ભજન કરવાના ખુબ જ શોખીન હોય છે. તે ભલે ગુજરાતમાં હોય કે ગુજરાત બહાર વિદેશમાં પણ ડાયરો અને ભજનની જમાવટ ગમે ત્યાં કરે અને આમ પણ ડાયરો અને ભજન આપણી ગુજરાતી સંસ્કૃતિ જાળવી રાખે છે અને અત્યારે શહેરથી લઈ નાના ગામોમાં ડાયરાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.  આમ તો આજ કાલ ડાયરો શબ્દ ખૂબ પ્રચલિત છે.તેમજ સોશ્યલ મીડિયા આવતા તેના ચાહક વર્ગ માં પણ ઘણો વધારો થયો છે.પણ પહેલા ના ડાયરા કેવા હતા એની ઘણા લોકો ને ખબર નથી. મૂળ ફારસી ભાષામાં “દાહીરો” નામ નો શબ્દ જેને અર્થ થાય લોકો નું વર્તુળ જેમાં સાંસ્કૃતિક,રાજકીય અને સામાજિક બાબતો ચર્ચવા માં આવતી.અને સમય જતા આ શબ્દ નું અપભ્રંશ થયું “ડાયરો”. રાજશાહી વખતમાં દરબારગઢ માં મુખ્ય દરવાજા ની બંને બાજુ બેઠક હોઈ જેમાં ડાબી બાજુએ સત્તાધીશો,ગઢવીઓ, બારોટો અને કારોભારી બેસતા.જયારે જમણી બાજુ એ દરેક જ્ઞાતિ ના નિયુક્ત પટેલો બેસતા. ડાયરો બેસે એટલે સૌપ્રથમ ઠુમ્બો આવે.ઠુમ્બો એટલે નાસ્તો.ત્યાર બાદ કસુંબો આવે ને હોકલા ફરતા રહે. કસુંબા નું સ્થાન ડાયરા માં અલગ જ હતું….કસુંબો...

Aashapura maa- Ashapuramaa-aashapuramaa hd Images-આશાપુરા મા દુહા-આશાપુરા માઁ દુહા છંદ-આશાપુરા-દુહા છંદ-માતાજી ના દુહા-જય માઁ આશાપુરા-

Image
 

Aashapura maa ।। ashapurama duha ।। આશાપુરા મા દુહા ।। માઁ આશાપુરા ।। jmn0009_ravan ।। UNKNOWN_TELLS ।।

Image
 

આજ તરછોડ માં જોગમાયા ।। દુલા ભાયા કાગ ।।

આજ તરછોડ માં જોગમાયા ભાન બેભાનમાં માત !  તુજને રટયા,વિસારી બાપુનું નામ દીધું, ચારણો જન્મથી પક્ષપાતી બની,શરણ જનનીતણું એક લીધું ;  તેં લડાવી ઘણાં લાડ મોટાં કર્યા , પ્રથમ સત્કાવ્યનાં દૂધ પાયાં ;  ખોળલે ખેલવ્યાં બાળને માવડી , આજ તરછોડ માં જોગમાયા ! ૧ રાસ રમતી હતી અમ તણી જીભ પર, ઝણણ પદ નૂપુર ઝણકાર થાતાં ; સચર ને અચર સૌ મુગ્ધ બનતાં હતાં , તાલ દઈ સંગમાં ગીત ગાતાં ;  નર નરાધીશ જગદીશ રીઝયા હતાં , અમ તણાં એ જ ઝરણાં સુકાયાં ; ખોળલે ખેલવ્યાં બાળને માવડી , આજ તરછોડ માં જોગમાયા ! ૨ દેશભક્તિ તણા રણ મરણ મોક્ષના , પાઠ ક્ષત્રીને અઘરા પઢાવ્યા ;  રંક રક્ષણ તણાં દૃષ્ટ ભક્ષણ તણાં ; આકરાં પાણ તેગે ચડાવ્યા ;  લગ્ન વરમાળ કાઢી લાડવ્યાં હતાં , આજ નિરવીર્યના ગુણ ગયા ;  ખોળલે ખેલાવ્યાં બાળને માવડી , આજ તરછોડ માં જોગમાયા ! ૩ આત્મ-અરપણ તણાં પ્રથમ ભુવ ભારતે, ચારણે કંઠથી સૂર છેડયા ;  લાખનાં લોહીની ધાર અટકાવવા , ચારણે આપનાં લોહી રેડયા ;  સત્ય આગ્રહ તણાં ઉપાસક આદિથી , સ્વતંતર જીવનના ગુણ ગાયાં ; ખોળલે ખેલવ્યાં બાળને માવડી , આજ તરછોડ માં જોગમાયા ! ૪ સત તણાં સ્વાંગ રણભોમ રંગમે’લમ...

Paaghdi na prakar lyrics

પાઘડી ના પ્રકાર પાઘઙીની પરખ મોરબીની ઇંઢોણી ને ગોંડળની ચાંચ, જામનગરનો ઊભો પૂળો, પાઘડીએ રંગ પાંચ. બારાડીની પાટલિયાળી, બરડે ખૂંપાવાળી ઝાલાવાડની આંટિયાળી, કાળી ટીલીવાળી. ઓખાની પણ આંટિયાળી, ભારે રુઆબ ભરેલી, ઘેરીને ગંભીર ઘેડની, જાતાં આંખ ઠરેલી. સોરઠની તો સીધી સાદી ગિરનું કુંડાળું, ગોહિલવાડની લંબગોળ, ને વળાંકી વધરાળું. ડાબા કે જમણા પડખાંમાં, એક જ સરખી આંટી, કળા ભરેલી કાઠિયાવાડની, પાઘડી શીર પલાંટી. ભરવાડોનું ભોજપરું, ને રાતે છેડે રબારી, પૂરી ખૂબી કરી પરજિયે, જાડા ઘા ઝીલનારી. બત્તી જૂનાગઢ બાબીઓની, સિપાઇને સાફો, ફકીરોનો લીલો ફટકો, મુંજાવરને માફો. વરણ કાંટિયો વેપારી કે વસવાયાની જાતિ, ચારણ, બ્રાહ્મણ, સાધુ જ્ઞાાતિ પાઘડીએ પરખાતી.

નગર મેં જોગી આયા...

*નગર મેં જોગી આયા* શિવ સમાન કોઈ દાતા નહિ બિપત બીદારન હાર અબ લજજા મોરી રાખીઓ શિવ નંદી કે સવાર .. નગર મેં જોગી આયા યશોદા કે ઘર આયા સબસે બડા હૈ તેરા નામ...તેરા નામ ભોલેનાથ... ભોલેનાથ... ભોલેનાથ... અંગ વિભૂતિ ગળે રુદ્ર માલા, શેષનાગ લિપટાયો; બાંકો તિલક ભાલ ચન્દ્ર, ઔર નંદ ઘર અલખ જગાયો નગર મેં જોગી આયા..... લે ભિક્ષા નીકલી નંદરાણી, કંચન થાળ ધરાયો; લ્યો ભિક્ષા જોગી જાવ જંગલ મેં, મેરો લાલ ડરાયો નગર મેં જોગી આયા ...... ના ચાહિયે તેરી દોલત દુનિયા, ઔર ન કંચન માયા; મુઝે તેરે લાલ કા દર્શ કરાદે, મૈ કૈલાશ સે આયા નગર મેં જોગી આયા...... પંચ બેર પરિક્રમા કરકે, શ્રુંગી નાદ બજાયો; સુરદાસ બલિહારી કનૈયા, જુગ જુગ જીયે તેરો જાયો નગર મેં જોગી આયા.....

મે'ર કરી જે મામડિયાની ...

*॥ આદ્યશક્તિ મહામાયારુપ ખોડલ ॥* *( ગીત ચારણી શૈલીનુ )* ગુણ કથું હું ગાગડડિયાની , મે'ર કરી જે મામડિયાની . ત્રટ હીરણને વાસ તિહારો ,  ધરો ગાજે ત્યાં એકજધારો . તરવર ફૂલમાં વાસ તિહારો , મહેકે વાયુનો મહેકારો . ઝરણામાં ઝણકાર કરે તું  ,  નીરમાં ઘેરા નાદ કરે તું . વગડામાં વનરાઇ ઘટા તું ,  લાલ ગુલાબી વેલ લતા તું . તરવરમાં કુંપળીઓ તું છો ,  ફોરમમાં ફાગણીઓ તું છો . કેસૂડાંની કળીઓ તું છો,  પીળાં પટ આવળીઓ તું છો . વાયુરુપે વિચરે વનમાં ,  થાનકમાં ઘરમાં થનથનમાં . ગાજે વરસા નાદ ગગનમાં ,  આહુત જ્વાળા માંય અગનમાં . જાંપ જપે તો હોય જગનમાં,  લગની હોય તો હોય લગનમાં . પેઠી તું સ્વર્ગે પાતાળે , ભૂવન ત્રણે તું નજરે ભાળે . સાદ કરે તું આવે સહાઈ,  ધાબળિયાળી આવે ધાઇ. ક્રોધ ભરી તું નજરું કરતો, કાળે ય ડગલાં પાછાં ભરતો. આણ ફરે સુરજ ના ઊગે , પંથે તારે કો નવ પૂગે . ખોડલ તારાં ત્રિશૂળ ખખડે ,  ગિરનારી મૂળમાંથી ગગડે . દિગપાળોનાં છેડાં છૂટે ,  ટાણાં વિણ મેહૂલીયો ત્રુટે . વીજળિયુંના થાય લવાકાં ,  જગમાં હોય બધે ઝબકારા . કોરંભ પીઠાં થાય કડાકાં ,  ભૂમંડળમાં થ...