Posts

MOGAL MAA NEW SONG LYRICS | હો ભર્યા પનિહારે પાવડુ પાણી નો જડેે | JMN0009_RAVAN | UNKNOWN_TELLS | શબ્દો સાથે |

Image
       હો ભર્યા પનિહારે પાવડુ પાણી નો જડે          હો ભર્યા પનિહારે પાવડુ પાણી નો જડે હો ભર્યા પનિહારે પાવડુ પાણી નો જડે ભર્યા પનિહારે પાવડુ પાણી નો જડે મોગલ રુઠે તો ઈ ગોત્યા નો જડે હે ભર્યા ભંડારે અન્ન નો દાણો નો જડે ભર્યા ભંડારે અન્ન નો દાણો નો જડે મોગલ રુઠે તો ઈ ગોત્યા નો જડે હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી મન અભિમાનમાં ઈ મોટપમાં માલતો હદ નો વટેલો ઈ હદ મુકી હાલતો મન અભિમાનમાં ઈ મોટપમાં માલતો હદ નો વટેલો ઈ હદ મુકી હાલતો હદ મુકી હાલતો, હદ મુકી હાલતો હે જબર જોરાળીની ઝપટે જો ચડે જબર જોરાળીની ઝપટે જો ચડે મોગલ રુઠે તો ઈ ગોત્યા ના જડે હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી કડીનો સૂબો જે દી ઓખા ધરા આવીયો લાવ લશ્કર લઈને હામુ જે દી હાલીયો કડીનો સૂબો જે દી ઓખા ધરા આવીયો લાવ લશ્કર લઈને હામુ જે દી હાલીયો હામુ જે દી હાલીયો, હામુ જે દી હાલીયો હે તે દિ કડીના કાંગરા તો કડાકા કરે કડીના કાંગરા તો કડાકા કરે મોગલ રુઠે તો ઈ ગોત્યા નો જડે હા મોગલ હા મોગલ મોગલ મારી માંવડી હા મોગલ હા મોગલ ...

અણમોલ હાહા અમ તણા માડિ દિવસ ક્યા જાતા રિયા | JMN0009_RAVAN | AAM TANAA MAADI DIVAS KYAA JAATA RIYA |

Image
જીણ પેટ ધારી દિવ્ય કાયા જોગમાયા જનમતી,   દંપતી સકળ પરિસ્થાપતિ,   ખમકાર કરતી ખોડલીના પથ્થર ગુણ ગાતા રીયા,   અણમોલ હાહા અમ તણા માડિ દિવસ ક્યા જાતા રિયા,     ઉજળાવાળી સધુ બાપલ બુટ બલાળ બેચરા,   ચોરાળ કુળમાં દેવ ચાપલ કાને સાવજ કર ધર્યા,   સુણી સાદ આવળ માતના રવિરાજ પણ થંભી ગિયા,   અણમોલ હાહા અમ તણા માડિ દિવસ ક્યા જાતા રિયા...     નવ લાખ દળ લઈ ચડ્યો નવઘણ પ્રબળ ચારણ પોસિયા,   વરમંડ ધારી ઉદર વરવડી(વરૂડી) એ સાત સાગર સોસિયા,   જળમા કણમા પાર કેરા લોઢ દળ સમાઈ ગિયા,   અણમોલ હાહા અમ તણા માડિ દિવસ ક્યા જાતા રિયા...     મોણિયાવાળી માત નાગલ રા ને અતિ સમજાવિયો,   નહિ માનતા જુના તણો જટપાટ લઈ પલટાવિયો,   કરમાલ કાગલ જો તળાજે રાજ વાજા રોળિયા,   અણમોલ હાહા અમ તણા માડિ દિવસ ક્યા જાતા રિયા...     સરધારમા આઈ જીવણી પર ઝાર મનસુબો હતો,   થઈ સિંહણ બાકર શેખને સરધારમા ચિર્યો હતો,   ઉંધો પછાડીને પીર સ્થાપીયો અકળ પરચા આપીયા...

મારા રે સમ માનો જી રે લોક ગીત | ગુજરાતી લોક ગીત | JMN0009_RAVAN | LOCK GEET GUJRATI | MAARA RE SAM MAANO JI RE |

Image
  મારા રે સમ માનો જી રે... તમારા દલડા ને વારો, મારા રે સમ માનો જી રે તમારા દલડા ને વારો, મારા રે સમ માનો જી રે તમારા રુદિયા ને વારો, મારા રે સમ માનો જી રે... હે... ક્યો તો ગોરાંદે મેડીયું ચણાવું  અને ટોડલે મોરલા જડાવું,  મારા રે સમ માનો જી રે મેડીયું ના મોહ મારે મનડે નથી  ને તારા હૈયડે વસ્યા ની મુને હામ,  મારા રે સમ માનો જી રે તમારા દલડા ને વારો, મારા રે સમ માનો જી રે તમારા દલડા ને વારો, મારા રે સમ માનો જી રે તમારા રુદિયા ને વારો, મારા રે સમ માનો જી રે... હે... ક્યો તો ગોરાંદે સોને રૂપલે મઢાવું  પછી હારલા માં હિરલા જડાવું,  મારા રે સમ માનો જી રે સોના રૂપા નો મોહ મારે મનડે નથી  ને તારી ચુંદડી ઓઢયા ની મુને હામ,  મારા રે સમ માનો જી રે તમારા દલડા ને વારો, મારા રે સમ માનો જી રે તમારા દલડા ને વારો, મારા રે સમ માનો જી રે તમારા રુદિયા ને વારો, મારા રે સમ માનો જી રે... હે... ક્યો તો ગોરાંદે મારા દલડા ઓવારૂ  પછી પલ માં હું પાસરુ રે પ્રાણ,  મારા રે સમ માનો જી રે ઘણું જીવો રે મારા રંગભર રસિયા  હું તો ભવભવ ના માંગુ સંગાથ,  મારા રે સમ મ...

દેવાયત ભમ્મર, કવિતા, jmn0009_ravan, ekli nikadmaa, કવિતા દેવાયત ભમ્મર,

Image
અહુરી આમ એકલી નિકળમાં બેન. હવે અહીં જોગીદાસના બહારવટા નથી. રાત વરત્યની આમ એકલી ફર્યમાં બેન, હવે અહીં હાથવગા કોઈ હાંકલડા નથી. નબળી નજર પડે ને આંખ બાળે, બેન હવે એવાં અહીં એકેય મરદડા નથી. લૂંટાય જઈશ આતમ સોંતી દીકરી, શિયાળવા ફરે બધે,કોઈ સાવજડા નથી. શરીર ચૂંથી ને ફેંકી પણ દેશે, સમજ! અહીં એકેય મફતના બાંધેલ પરબડા નથી. લડી શકીશ હેવાનોથી તું નાજુક હાથે? લાજ કાજ જીવ દે એવા કો દેદલડા નથી. ફફડવું પડશે તારે જ 'દેવ' દુનિયામાં. જટાયું સમ ગીધરાજ કોઈ ફરકતા નથી. ✍ દેવાયત ભમ્મર:-

મુજે મેરી મસ્તી કહા લેકે આઈ શબ્દો સાથે, mujhe meri masti kaha leke aayi lyrics, jmn0009_ravan, meri masti, bhajan, gajhal, ગઝલ,

Image
  મુજે મેરી મસ્તી કહાં લેકે આઈ મુજે મેરી મસ્તી કહાં લેકે આઈ જહાં મેરે અપને સીવા કુછ નાહી મુજે મેરી મસ્તી. પતા જબ લગા મેરી હસ્તી કા મુજકો સીવા મેરે અપને કહી કુછ નાહી મુજે મેરી મસ્તી. સભી મે સભી મે પળા મેહી મે હું સીવા મેરે અપને કહી કુછ નાહી મુજે મેરી મસ્તી. ના દુખ હે ના સુખ હે ના હે શોક કુછ ભી અજબ હે એ મસ્તી પીયા કુછ નાહીં મુજે મેરી મસ્તી. એ સાગર એ લહેરે એ ફેન એ બુદબુદે કલ્પીત હે જલ કે સીવા કુછ નાહી મુજે મેરી મસ્તી. Subscribe YouTube channel ભ્રમ હે એ દ્રંદ હે જો મુજકો હુઆ હે હટાયા જો ઉસકો ખફા કુછ નાહી મુજે મેરી મસ્તી. પરદા હે દુઈ કા હટાકર જો દેખા તો બસ એક મે હુ જુદા કુછ નાહી મુજે મેરી મસ્તી.

ગંગ બાર જટ્ટ ધાર । શિવ વંદના । गंग बार जट्ट धार । shiv vandana । शिव वन्दना । jmn0009_ravan ।

Image
 ॥ શિવ વંદના ॥ [ છંદ ~ સેનિકા ] ગંગ બાર જટ્ટ ધાર મંડીયં, આધ અંગ સંગ લિન ચંડીયં. બાલ ચંન્દ્ર બિંબ ભાલ જ્વાલિયં. કંગનં ભુજંગ મુંડ માલિયં. સુલ પાન હે પિનાક સજ્જનં, ડાક ડમ્મરૂ અવાજ બજ્જનં. જંગ જીત નીત ભંગ ખાવનં, ખેલ પ્રેત જ્વાલ કો ખેલાવનં. વ્યાલ આલ ખાલ લિન બાસનં, કેહરી બિછાત્ત કિન્ન આસનં. અંગ કો વિભુત્ત રંગ ચઢ્ઢીયં, જોગ ભોગ ધ્યાન પ્રાત દઢ્ઢીયં. દેવ દાનવં નગેશ વંદનં, વંદીતં ક્લેશ વૃંદ કંદનં. કામના મનિશ પુરનં કરં, જય મહેશ,જય મહેશ, જય મહેશ, જય હરં.

મોગલ નો તરવેડો | રાજભા ગઢવી । Mogal no tar vedo lyrics । mogal no tar vedo rajbha gadhavi ।

 માઁ મોગલ નો તરવેડો હે..મોગલ નો હોય મેડો,તેમાંય તરવેડો, હૈડે અપાર હેડો, ને હડાનો શુધ્ધ નેડો,             મોગલ નો હોય મેડો.....1   જુના થડેથી જાગે,ભવ ભવના દુઃખ ભાંગે, ઝાંઝર ઝણણ વાગે,રમવાને રાસ લાગે,                 મોગલ નો હોય મેડો....2   આવડ રણેથી ઉઠી,ત્રણ લોક પર ત્રુઠી, ઓળઘોળ છે એમાંથી,ગજવે જૈ ગોઠી,              મોગલ નો હોય મેડો.....3   પીઠડ નો પડકારો,દેવનાય ખુલ્યા દ્વારો, દેત્યોને મન ડારો,આજ ખેર નઇ અમારો,            મોગલ નો હોય મેડો.....4   પાકિસ્તાનેથી પાંખે,હિંગળાજ ઉઠી હાંકે, જોયું જગત આખે,દેવીયું ના ગુણ દાખે,           મોગલ નો હોય મેડો.....5 મઢડેથી સોનલમાના,રથડા છુટ્યા છે રાંના, મન હરખે મોગલમાના,વરતે છે સો સો વાના,          મોગલ નો હોય મેડો.....6 નિહરી છે નવે લાખું, જોગણ ચૌસઠ જાખું, અધૅ બ્રહ્માંડ આખું,ભાવ ને હું રાજ ભાખું,             મોગલ ...