Posts

આજ કાલ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ બનાવવી જાણે ફેશન બની ગઈ છે l UNKNOWN_TELLS l JMN0009_RAVAN l માતા પિતાએ સમજવા જેવી બાબત લ

Image
આજકાલ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ બનાવવી એતો જાણે એક જાતની ફેશન થઈ ગઈ છે, આજના જમાનામાં જે કોઈ પણ વ્યક્તિ ને બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ ના હોય એમની તો જાણે આ દુનિયામાં કઇ કદર જ નથી,  આવું કેમ '?...શુ ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ બનાવું એટલું જરૂરી છે..? Dear Girls, છોકરીઓ એક વાત નો જવાબ આપો મને, શું કોઈ હેન્ડસમ છોકરો તમારી સાથે સારી સારી લોભામણી વાતો કરે તો એ વ્યક્તિ કલાકો માજ કેમ તમને તમારા માતા પિતા કરતા પણ વ્હાલો લાગવા લાગે છે..? એ ના ભૂલો કોઈ પણ માતાપિતા માટે એમની દીકરી જ એમની ઈજ્જત હોય છે, માતાપિતા દીકરીને એમના જીવથી પણ વધારે વ્હાલ કરે છે.કોઈ પણ પગલું ભરતા પહેલા માં-બાપ નું વિચારવું. દિવસ રાત મેહનત કરે છે કારણ કે દીકરી સારી સ્કુલ કૉલેજ માં અભ્યાસ કરી શકે, સારું ખવડાવી શકે સારા કપડા અપાવી શકે , પણ કેટલીક છોકરીઓ ઘેરથી કહીને નીકળે છે કૉલેજ જવ, અને પછી એ બોયફ્રેન્ડ સાથે રખડે છે.અત્યાર ની છોકરીઓ માં-બાપ ને બહુ છેતરે છે. છોકરી મોટી થાય એટલે મોબાઈલ ની માંગ કરે  માં-બાપ બિચારા સમજાવે કે અત્યારે તને સુ જરૂર પડી મોબાઈલ ની છતાં કોઈ સંજોગો માં માને નય અને આખરે છેવટે માં-બાપ તેની વાત છેલ્લે મ...

ભાન બેભાનમાં માત l કવિ દુલા ભાયા કાગ l UNKNOWN_TELLS l JMN0009_RAVAN l LYRICS l BHAN BE BHAAN MAA MAAT LYRICS GUJRATI

Image
ભાન બેભાનમાં માત તુજને રટયા,વિસારી બાપુનું નામ દીધું, ચારણો જન્મથી પક્ષપાતી બની,શરણ જનનીતણું એક લીધું ;  તેં લડાવી ઘણાં લાડ મોટાં કર્યા , પ્રથમ સત્કાવ્યનાં દૂધ પાયાં ;  ખોળલે ખેલવ્યાં બાળને માવડી , આજ તરછોડ માં જોગમાયા ! ૧    રાસ રમતી હતી અમ તણી જીભ પર, ઝણણ પદ નૂપુર ઝણકાર થાતાં ; સચર ને અચર સૌ મુગ્ધ બનતાં હતાં , તાલ દઈ સંગમાં ગીત ગાતાં ;  નર નરાધીશ જગદીશ રીઝયા હતાં , અમ તણાં એ જ ઝરણાં સુકાયાં ; ખોળલે ખેલવ્યાં બાળને માવડી , આજ તરછોડ માં જોગમાયા ! ૨    દેશભક્તિ તણા રણ મરણ મોક્ષના , પાઠ ક્ષત્રીને અઘરા પઢાવ્યા ;  રંક રક્ષણ તણાં દૃષ્ટ ભક્ષણ તણાં ; આકરાં પાણ તેગે ચડાવ્યા ;  લગ્ન વરમાળ કાઢી લાડવ્યાં હતાં , આજ નિરવીર્યના ગુણ ગયા ;  ખોળલે ખેલાવ્યાં બાળને માવડી , આજ તરછોડ માં જોગમાયા ! ૩   આત્મ-અરપણ તણાં પ્રથમ ભુવ ભારતે, ચારણે કંઠથી સૂર છેડયા ;  લાખનાં લોહીની ધાર અટકાવવા , ચારણે આપનાં લોહી રેડયા ;  સત્ય આગ્રહ તણાં ઉપાસક આદિથી , સ્વતંતર જીવનના ગુણ ગાયાં ; ખોળલે ખેલવ્યાં બાળને માવડી , આજ તરછોડ માં જોગમાયા ! ૪   સત તણાં ...

એપ્રિલ ફુલ શા માટે મનાવાય છે ? APRIL FOOL | એપ્રિલ ફુલ | JMN0009_RAVAN | UNKNOWN_TELLS | HISTORY OF FIRST APRIL | 1ST APRIL

Image
 આજે 1લી એપ્રિલ અર્થાત એપ્રિલ ફુલ ડે. આ એપ્રિલ ફુલ ડે નો એક રસપ્રદ ઇતિહાસ છે જે જાણવાની આપને મજા આવશે. મિત્રો, 1752ના વર્ષના સપ્ટેમ્બર મહીનાનું આ કેલેન્ડર જરા ધ્યાનથી જુઓ. કેલેન્ડર છાપનારાએ મોટો છબરડો કર્યો હોય એમ લાગે છે ને ? 2 તારીખ પછી સીધી 14મી તારીખ જ આવી ગઇ વચ્ચેના 11 દિવસ અદ્રશ્ય થઇ ગયા. આ કોઇ છબરડો નથી પણ એક વાસ્તવિકતા છે અને આ બિલકુલ સાચુ કેલેન્ડર જ છે. ઇંગ્લેન્ડમાં રોમન જુલીયન કેલેન્ડર અમલમાં હતુ. આ કેલેન્ડર વર્ષનો પ્રથમ મહીનો એપ્રિલ હતો અને છેલ્લો મહીનો માર્ચ હતો. 1752ના સપ્ટેમ્બર મહીનામાં ઇંગ્લેન્ડ દ્વારા રોમન જુલીયન કેલેન્ડરને પડતુ મુકીને તત્કાલિન રાજા દ્વારા ગ્રેગેરીયન કેલેન્ડર અપનાવવામાં આવ્યુ જે અત્યારે પણ અમલમાં છે જેનો પ્રથમ મહીનો જાન્યુઆરી અને છેલ્લો મહીનો ડીસેમ્બર છે. હવે આ નવુ કેલેન્ડર અપનાવવામાં એક મોટી તકલીફ એ હતી કે રોમન જુલીયન કેલેન્ડર નવા ગ્રેગેરીયન કેલેન્ડર કરતા 11 દિવસ લાંબુ હતુ આથી ઇંગ્લેન્ડના રાજાએ ઓર્ડર કરીને 11 દિવસ રદ કર્યા અને 2જી તારીખ પછી સીધી જ 14મી તારીખ આવી. 1752ના સપ્ટેમ્બર મહીનામાં બધાએ 11 દિવસ ઓછુ કામ કર્યુ અને તો પણ બધાને પુરા મહીના માટે પ...

MOGAL MAA NEW SONG LYRICS | હો ભર્યા પનિહારે પાવડુ પાણી નો જડેે | JMN0009_RAVAN | UNKNOWN_TELLS | શબ્દો સાથે |

Image
       હો ભર્યા પનિહારે પાવડુ પાણી નો જડે          હો ભર્યા પનિહારે પાવડુ પાણી નો જડે હો ભર્યા પનિહારે પાવડુ પાણી નો જડે ભર્યા પનિહારે પાવડુ પાણી નો જડે મોગલ રુઠે તો ઈ ગોત્યા નો જડે હે ભર્યા ભંડારે અન્ન નો દાણો નો જડે ભર્યા ભંડારે અન્ન નો દાણો નો જડે મોગલ રુઠે તો ઈ ગોત્યા નો જડે હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી મન અભિમાનમાં ઈ મોટપમાં માલતો હદ નો વટેલો ઈ હદ મુકી હાલતો મન અભિમાનમાં ઈ મોટપમાં માલતો હદ નો વટેલો ઈ હદ મુકી હાલતો હદ મુકી હાલતો, હદ મુકી હાલતો હે જબર જોરાળીની ઝપટે જો ચડે જબર જોરાળીની ઝપટે જો ચડે મોગલ રુઠે તો ઈ ગોત્યા ના જડે હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી કડીનો સૂબો જે દી ઓખા ધરા આવીયો લાવ લશ્કર લઈને હામુ જે દી હાલીયો કડીનો સૂબો જે દી ઓખા ધરા આવીયો લાવ લશ્કર લઈને હામુ જે દી હાલીયો હામુ જે દી હાલીયો, હામુ જે દી હાલીયો હે તે દિ કડીના કાંગરા તો કડાકા કરે કડીના કાંગરા તો કડાકા કરે મોગલ રુઠે તો ઈ ગોત્યા નો જડે હા મોગલ હા મોગલ મોગલ મારી માંવડી હા મોગલ હા મોગલ ...

અણમોલ હાહા અમ તણા માડિ દિવસ ક્યા જાતા રિયા | JMN0009_RAVAN | AAM TANAA MAADI DIVAS KYAA JAATA RIYA |

Image
જીણ પેટ ધારી દિવ્ય કાયા જોગમાયા જનમતી,   દંપતી સકળ પરિસ્થાપતિ,   ખમકાર કરતી ખોડલીના પથ્થર ગુણ ગાતા રીયા,   અણમોલ હાહા અમ તણા માડિ દિવસ ક્યા જાતા રિયા,     ઉજળાવાળી સધુ બાપલ બુટ બલાળ બેચરા,   ચોરાળ કુળમાં દેવ ચાપલ કાને સાવજ કર ધર્યા,   સુણી સાદ આવળ માતના રવિરાજ પણ થંભી ગિયા,   અણમોલ હાહા અમ તણા માડિ દિવસ ક્યા જાતા રિયા...     નવ લાખ દળ લઈ ચડ્યો નવઘણ પ્રબળ ચારણ પોસિયા,   વરમંડ ધારી ઉદર વરવડી(વરૂડી) એ સાત સાગર સોસિયા,   જળમા કણમા પાર કેરા લોઢ દળ સમાઈ ગિયા,   અણમોલ હાહા અમ તણા માડિ દિવસ ક્યા જાતા રિયા...     મોણિયાવાળી માત નાગલ રા ને અતિ સમજાવિયો,   નહિ માનતા જુના તણો જટપાટ લઈ પલટાવિયો,   કરમાલ કાગલ જો તળાજે રાજ વાજા રોળિયા,   અણમોલ હાહા અમ તણા માડિ દિવસ ક્યા જાતા રિયા...     સરધારમા આઈ જીવણી પર ઝાર મનસુબો હતો,   થઈ સિંહણ બાકર શેખને સરધારમા ચિર્યો હતો,   ઉંધો પછાડીને પીર સ્થાપીયો અકળ પરચા આપીયા...

મારા રે સમ માનો જી રે લોક ગીત | ગુજરાતી લોક ગીત | JMN0009_RAVAN | LOCK GEET GUJRATI | MAARA RE SAM MAANO JI RE |

Image
  મારા રે સમ માનો જી રે... તમારા દલડા ને વારો, મારા રે સમ માનો જી રે તમારા દલડા ને વારો, મારા રે સમ માનો જી રે તમારા રુદિયા ને વારો, મારા રે સમ માનો જી રે... હે... ક્યો તો ગોરાંદે મેડીયું ચણાવું  અને ટોડલે મોરલા જડાવું,  મારા રે સમ માનો જી રે મેડીયું ના મોહ મારે મનડે નથી  ને તારા હૈયડે વસ્યા ની મુને હામ,  મારા રે સમ માનો જી રે તમારા દલડા ને વારો, મારા રે સમ માનો જી રે તમારા દલડા ને વારો, મારા રે સમ માનો જી રે તમારા રુદિયા ને વારો, મારા રે સમ માનો જી રે... હે... ક્યો તો ગોરાંદે સોને રૂપલે મઢાવું  પછી હારલા માં હિરલા જડાવું,  મારા રે સમ માનો જી રે સોના રૂપા નો મોહ મારે મનડે નથી  ને તારી ચુંદડી ઓઢયા ની મુને હામ,  મારા રે સમ માનો જી રે તમારા દલડા ને વારો, મારા રે સમ માનો જી રે તમારા દલડા ને વારો, મારા રે સમ માનો જી રે તમારા રુદિયા ને વારો, મારા રે સમ માનો જી રે... હે... ક્યો તો ગોરાંદે મારા દલડા ઓવારૂ  પછી પલ માં હું પાસરુ રે પ્રાણ,  મારા રે સમ માનો જી રે ઘણું જીવો રે મારા રંગભર રસિયા  હું તો ભવભવ ના માંગુ સંગાથ,  મારા રે સમ મ...

દેવાયત ભમ્મર, કવિતા, jmn0009_ravan, ekli nikadmaa, કવિતા દેવાયત ભમ્મર,

Image
અહુરી આમ એકલી નિકળમાં બેન. હવે અહીં જોગીદાસના બહારવટા નથી. રાત વરત્યની આમ એકલી ફર્યમાં બેન, હવે અહીં હાથવગા કોઈ હાંકલડા નથી. નબળી નજર પડે ને આંખ બાળે, બેન હવે એવાં અહીં એકેય મરદડા નથી. લૂંટાય જઈશ આતમ સોંતી દીકરી, શિયાળવા ફરે બધે,કોઈ સાવજડા નથી. શરીર ચૂંથી ને ફેંકી પણ દેશે, સમજ! અહીં એકેય મફતના બાંધેલ પરબડા નથી. લડી શકીશ હેવાનોથી તું નાજુક હાથે? લાજ કાજ જીવ દે એવા કો દેદલડા નથી. ફફડવું પડશે તારે જ 'દેવ' દુનિયામાં. જટાયું સમ ગીધરાજ કોઈ ફરકતા નથી. ✍ દેવાયત ભમ્મર:-