Posts

રામ અનુરંગી | બજરંગી | lyrics | JMN0009_RAVAN

  શિવનો અગ્યારમો રૂદ્ર બજરંગી || દુહો || અંસા રૂદ્ર અગ્યારમું, સમરથ પુત્ર સમીર,  નીર નદી પર તીર નટ, વીત ગયો ક્ષણ વીર. || છંદ : ત્રિભંગી || મન હેત ધરંગી, હરખ ઉમંગી, પ્રેમ તુરંગી, પરસંગી,  સુગ્રીવ સથંગી, પ્રેમ પથંગી, શ્યામ સુરંગી, કરસંગી,  દશ કંધ દુરંગી, જુબે જંગી, ભડ રાક્ષસ ભડથટ ભંગી,   રામં અનુરંગી, સીત સભંગી, બીરદ ઉમંગી, બજરંગી, જીયે બીરદ ઉમંગી, બજરંગી....ટેક..૧ કરજોમ કઠાણં, પાવ પઠાણં, દધી પ્રમાણં, ભરડાણં,  ભેચક રથ ભાણું, ધરા ધુજોણં, શેષ,સમાણં, સંતાણં, ગઢલંક ગૃહાણં, એક ઉડાણં, પોચ જવાણં, પ્રેતંગી. રામં અનુરંગી, સીત સળંગી...૨ હલકાર હતૂરં, ફોજ ફતૂરં, સાયર પૂરં, સંપૂરં,  કરરૂપ કરૂરં, વધ વકરૂરં, ત્રહકે ઘોરં, રણતૂરં,  જોધા સહ જૂરં, જૂદ્ધ જલૂરં, આગેવાનં, ઓપંગી.  રામં અનુરંગી, સીત સથંગી...૩ અવધેશ ઉદાસી, સીત હરાસી, શોક ધરાસી, સંન્યાસી,  ઇણ વખત ઉક્રાસી, બોલ બહોંસી, લંક વધુસી, સદલુશી, અંજની રૂદ્ર અંસી, કમર કસંસી, ત્રાસી સાયર, તોરંગી. રામં અનુરંગી, સીત સથંગી...૪ નલ નીલ તેડાયા, ગરવ નમાયા, સબે બુલાયા, સમજાયા, પાષાણ મંગાયા, પાજ પઠાયા, લહેરી લાયા,...

જય જય હનુમાન વીર | રાજભા ગઢવી | હનુમાન જી કવિત | JMN0009_RAVAN | UNKNOWN_TELLS

Image
દોહો રાઘવને રણમાં, તેદી', હનમો સાથે ન હોત, તો રામનાં આંસુડા "રાજ" કે,તે દી' લંકામાં કોણ લોત. | છંદ : ચર્ચરી | બંદન મન રામ રામ, નુરત સુરત પુરત હામ, ગામ ગામ ઠામ ઠામ, પુજન પામ મેવા. ઉરમેં બ્રહ્માંડ અનેક, જગમગ દ્રગ સુરજ કૈક, રખત સખત નેક ટેક, અચલ એક દેવા. અણકળ બળ સરળ ચીત, ખલદલ બલ જંગ જીત, અતી સુહીત અંગદ મીત, રીત હીત વારા. જય જય હનુમાન વીર, સુત સમીર વડ ખમીર, અતિ અમીર ભંજન ભીર, હરન પીર પ્યારા...૧ શંકર તણ રૂદ્રરાજ, ગણ સમાજ સીર સુ-તાજ, તરન તાર જગત જાજ, આજ વાજ આપે. આદિ બ્રહ્મચર્ય પાલ, કાલનકો મહાકાલ, અંજની સુત વાલ બાલ, ફાલ જાલ કાપે. બચપન મેં દહી સલંગ, ગ્રહીયો મુખ ભર પતંગ, જનની ઉમંગ અંગ, રંગ રંગ ગ્યારા.      જય જય હનુમાન વીર...૨ કુદીયો સમદર સાત, સીતા માત હરખ પાત, પુછત નાહિં જાત બાત, આશીર્વાદ આલા. જળ જળ લંકા જલાય, ઉથલ પાથલ ખલ મુંજાય, લાય લાય હાય હાય, ભાઇ ભાઇ બાલા. રાઘવ પ્રિય ભક્ત સંત, અગમ ભેદ તું અનંત, દેખત અસુરા ડરંત, અજબ તું અપારા.      જય જય હનુમાન વીર...૩ દેત ગ્યાન અભયદાન, ભગત મંગત લગત ધ્યાન, ખાન પાન શાન બાન, જગત માન પામેં. ગગન લગન કીરત જાય, લગન બગન મગન થાય, બલ બડાય...

હાથ હિંચોળીને તાણતા દોરી | ગોહિલ નું હાલરડું | દુલાભાયા કાગ | JMN0009_RAVAN | UNKNOWN_TELLS | HALRDU GOHIL NU |

  हालरडुं हाथ हींचोळीने ताणतां दोरी, हैडे हेत न माय – माता गाय बाळनां गाणां…… (तोय)वीरोजी रेय नई छाना ……टेक पारणामांथी सुणवी छे एने, वंश गोहिलोनी वात  – आंखोथी बाळ समजावे …… (मने) ते केडे नींदरुं आवे ……१ सांभळे सूतो बाळराजा, माए मीठडी मांडी वात – गोहिलोनुं बिरद छे न्यारुं …… गंगाजळ कुळ छे तारुं ……२ ब्राह्मण वैश्य ने शूद्न माटे रूडी, गंगमाताजी धार- रजपूतोनुं तीर्थ बतावुं …… (एने) प्रजाना हितमां न्हावुं……३ बोल अफर, जेना काछ अणडग, जेने देशतणां अभिमान- पोतानी भोमका माटे …… ऊनां ऊनां लोई पण छाटे ……४ सिंह सादूळा ! तुं राखीश मा झाझी परदेशोनी प्रीत- घरोघर घोडलां हांकी …… प्रजानी सुण हालाकी ……५ आत्पजनो ने भायातने, बाळुडा ! जाणजे  पोतानी बांय- एनी जागीर न लेजे …… एने दु:खे भागीओ थाजे ……६ सुख दु:खे समभाव हृदे, एवा रजपूतोनां नाम एटलुं, मारा प्राणथी व्हाला…… लखी राख, कृष्णना लाला ……७ आंहींनुं सुधारी, बाळ मारा ! उर धरजे इश्र्वर ध्यान- सांभळ, पेरमना राज. देयुंना मोह नो’य झाझा……८ आशरे आव्यो न आपीओ, रे एक ससलानो शिकार – क्षत्रीवट धर्मने धार्यो…… (ते दी) खांडान...

Bahu gunvanto bimb | kavi Alraaj | JMN0009_RAVAN | DUHA CHANDH | CHAPPAY |

Image
બહુ ગુણવંતો લિંબ, લિંબ કો કડવો કિયો બહુ ગુણવંતો લિંબ, લિંબ કો કડવો કિયો. ચવુદ વિધ્યા ગુણ કવિ, કવિકો કંઠ ન દિયો. કંઠ વધુ કોકિલ, કોકિલ કો રૂપ ન દિયો. રૂપ વધુ મોર, મોરકો પાવ ન દિયો. પાવ વધુ પદમણી, પદમણી કો વરવો વર દિયો. કવિ "અલરાજ" એમ ઓચરે કે, વાલો મારો ઠેર-ઠેર ક્યાં ભૂલ ગયો..? કવિ : અલરાજ ✍🏻

RAJIYA RA SORTHA | RAJASTHANI SAHITY | JMN0009_RAVAN | RAJSTHANI LITERATURE

Image

ગેબી ગિરનાર બુક PDF | GEBI GIRNAR PDF BOOK | JMN0009_RAVAN

                       ગેબી ગિરનાર બુક PDF  

દુલા ભાયા કાગ દુહા | દુહા છંદ ગુજરાતી | JMN0009_RAVAN | DULA KAAG | CHARNI SAHITY | ચારણી સાહિત્ય દુહા

Image
Kaag duha  

શંકરા દુહા છંદ | શંકરા | JMN0009_RAVAN | GUJRATI DAYRO | DUHA GUJRATI LYRICS | DUHA CHAND |

Image
  Ghoda nu sapakhru lyrics status

નાગબાઈ માંડલિક નાં દુહા | આઇ નાગબાઈ | JMN0009_RAVAN | AAI NAAGBHAI | RAA MANDLIK |

Image
  Rajbha lyrics Video

સાવજ ના દુહા | સિંહ ના દૂહા | JMN0009_RAVAN | સાવજ | દુહા ની રમઝટ | દુહા લેખીત | સિંહ ના ફોટા

Image
 

દુહા છંદ | દુહા ની રમઝટ | JMN0009_RAVAN | UNKNOWN_TELLS | DUHA CHAND | સંત ના દુહા |

Image
  સંત ના દુહા, Sant સાધુ

દુહા છંદ | દુહા | પોરહા વાળા ના દુહા | JMN0009_RAVAN | UNKNOWN_TELLS | DUHA

Image
 

માતાજી દુહા | આશાપુરા માં દુહા | JMN0009_RAVAN | UNKNOWN_TELLS | MAATAJI DUHA CHAND

Image
  ASHAPURA MAA , JAY MAA AASHAPURA, MA ASHAPURA, ASHAPURA MAATAJI, DUHA, LYRICS

લારા જાનૈયા હજાર સપાખરું શબ્દો સાથે | LARA JANAIYA HAJARA LYRICS | JMN0009_RAVAN | ગીગા બાપુ |

Image
લારા જાનૈયા હજારા લઇ હાલ્યા પરણવા લાડો લારા જાનૈયા હજારા લઇ હાલ્યા પરણવા લાડો રાણો અસવાર થાવે તોખારા રાજેંદ ચોપદારા લલકારો હેમ છડી વાળા કરે નગારા ત્રંબાળુ ઘુર્યા હુબ્યા નરેન્દ્ર - ૧ રાજ રંભા તણા ટોળા ગીતોળ જકોળા કરે રંગ ચોળ એ પટોળા ઓઢીયા શ્રીકાર હે હિલોળા રંગચોળા પાવ ગંજા ગતી હાલે રૂપ બોળા અંગ સોળા સજ્યા શણગાર - ૨  હૈદળા હુકન્યા ઘણા પૈદળા હઠ હુએ ટેલે દંતુશાળા જાણે મલ્યાગીરી ટુંક વાદળા વેકંડ વળ્યા ધુંવાથી ઢકાણા રવિ બેવળા ચોવળા થાવે અવાજા બંદુક – ૩  જાન તણા ઠાઠ બથી મણા નહીં જોમે નમણા જાનૈયા જાણે બમણા નાહોર હમણા શોભંતા ઘણા કીનખાબ તણા દાખુ ઠાસા માફા વેલ્યુ ૨ થા ભણા ઠોરઠોર - ૪  રાજભા ગઢવી વીર વછરાજ સપાખરું શબ્દો સાથે | JMN0009_RAVAN | મેલાણે મેલાણા મહારાજા હાલ્યા મોભ માથે છોટા ઘમસાણ પાણ પાખરા ઘમંડ એથરા હલાણ થાવે મેઘ ઘટા બાંધી આપે ધરા દબાણ થઇ લાગ્યો શેષને ઘમંડ - ૫  તંબુ ડેરા સમીયાણા કતપર જઇ તાણ્યો રાણો માભા આડો થાણા શોભે વછરાજ નજરાણો નાણા તણો આવી કરે ઘોળ છત્ર હી ઠેરાણા શિર મંડાણા હી તાજ - ૬ સામૈયા જાનરા થાવે મંગાવે કાંતેલા સિંધુ અશ્વારૂઢ થાવે એહ કહાવે દુજો ઇન્દ્ર બરાત આવે...

આજ કાલ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ બનાવવી જાણે ફેશન બની ગઈ છે l UNKNOWN_TELLS l JMN0009_RAVAN l માતા પિતાએ સમજવા જેવી બાબત લ

Image
આજકાલ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ બનાવવી એતો જાણે એક જાતની ફેશન થઈ ગઈ છે, આજના જમાનામાં જે કોઈ પણ વ્યક્તિ ને બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ ના હોય એમની તો જાણે આ દુનિયામાં કઇ કદર જ નથી,  આવું કેમ '?...શુ ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ બનાવું એટલું જરૂરી છે..? Dear Girls, છોકરીઓ એક વાત નો જવાબ આપો મને, શું કોઈ હેન્ડસમ છોકરો તમારી સાથે સારી સારી લોભામણી વાતો કરે તો એ વ્યક્તિ કલાકો માજ કેમ તમને તમારા માતા પિતા કરતા પણ વ્હાલો લાગવા લાગે છે..? એ ના ભૂલો કોઈ પણ માતાપિતા માટે એમની દીકરી જ એમની ઈજ્જત હોય છે, માતાપિતા દીકરીને એમના જીવથી પણ વધારે વ્હાલ કરે છે.કોઈ પણ પગલું ભરતા પહેલા માં-બાપ નું વિચારવું. દિવસ રાત મેહનત કરે છે કારણ કે દીકરી સારી સ્કુલ કૉલેજ માં અભ્યાસ કરી શકે, સારું ખવડાવી શકે સારા કપડા અપાવી શકે , પણ કેટલીક છોકરીઓ ઘેરથી કહીને નીકળે છે કૉલેજ જવ, અને પછી એ બોયફ્રેન્ડ સાથે રખડે છે.અત્યાર ની છોકરીઓ માં-બાપ ને બહુ છેતરે છે. છોકરી મોટી થાય એટલે મોબાઈલ ની માંગ કરે  માં-બાપ બિચારા સમજાવે કે અત્યારે તને સુ જરૂર પડી મોબાઈલ ની છતાં કોઈ સંજોગો માં માને નય અને આખરે છેવટે માં-બાપ તેની વાત છેલ્લે મ...

ભાન બેભાનમાં માત l કવિ દુલા ભાયા કાગ l UNKNOWN_TELLS l JMN0009_RAVAN l LYRICS l BHAN BE BHAAN MAA MAAT LYRICS GUJRATI

Image
ભાન બેભાનમાં માત તુજને રટયા,વિસારી બાપુનું નામ દીધું, ચારણો જન્મથી પક્ષપાતી બની,શરણ જનનીતણું એક લીધું ;  તેં લડાવી ઘણાં લાડ મોટાં કર્યા , પ્રથમ સત્કાવ્યનાં દૂધ પાયાં ;  ખોળલે ખેલવ્યાં બાળને માવડી , આજ તરછોડ માં જોગમાયા ! ૧    રાસ રમતી હતી અમ તણી જીભ પર, ઝણણ પદ નૂપુર ઝણકાર થાતાં ; સચર ને અચર સૌ મુગ્ધ બનતાં હતાં , તાલ દઈ સંગમાં ગીત ગાતાં ;  નર નરાધીશ જગદીશ રીઝયા હતાં , અમ તણાં એ જ ઝરણાં સુકાયાં ; ખોળલે ખેલવ્યાં બાળને માવડી , આજ તરછોડ માં જોગમાયા ! ૨    દેશભક્તિ તણા રણ મરણ મોક્ષના , પાઠ ક્ષત્રીને અઘરા પઢાવ્યા ;  રંક રક્ષણ તણાં દૃષ્ટ ભક્ષણ તણાં ; આકરાં પાણ તેગે ચડાવ્યા ;  લગ્ન વરમાળ કાઢી લાડવ્યાં હતાં , આજ નિરવીર્યના ગુણ ગયા ;  ખોળલે ખેલાવ્યાં બાળને માવડી , આજ તરછોડ માં જોગમાયા ! ૩   આત્મ-અરપણ તણાં પ્રથમ ભુવ ભારતે, ચારણે કંઠથી સૂર છેડયા ;  લાખનાં લોહીની ધાર અટકાવવા , ચારણે આપનાં લોહી રેડયા ;  સત્ય આગ્રહ તણાં ઉપાસક આદિથી , સ્વતંતર જીવનના ગુણ ગાયાં ; ખોળલે ખેલવ્યાં બાળને માવડી , આજ તરછોડ માં જોગમાયા ! ૪   સત તણાં ...

એપ્રિલ ફુલ શા માટે મનાવાય છે ? APRIL FOOL | એપ્રિલ ફુલ | JMN0009_RAVAN | UNKNOWN_TELLS | HISTORY OF FIRST APRIL | 1ST APRIL

Image
 આજે 1લી એપ્રિલ અર્થાત એપ્રિલ ફુલ ડે. આ એપ્રિલ ફુલ ડે નો એક રસપ્રદ ઇતિહાસ છે જે જાણવાની આપને મજા આવશે. મિત્રો, 1752ના વર્ષના સપ્ટેમ્બર મહીનાનું આ કેલેન્ડર જરા ધ્યાનથી જુઓ. કેલેન્ડર છાપનારાએ મોટો છબરડો કર્યો હોય એમ લાગે છે ને ? 2 તારીખ પછી સીધી 14મી તારીખ જ આવી ગઇ વચ્ચેના 11 દિવસ અદ્રશ્ય થઇ ગયા. આ કોઇ છબરડો નથી પણ એક વાસ્તવિકતા છે અને આ બિલકુલ સાચુ કેલેન્ડર જ છે. ઇંગ્લેન્ડમાં રોમન જુલીયન કેલેન્ડર અમલમાં હતુ. આ કેલેન્ડર વર્ષનો પ્રથમ મહીનો એપ્રિલ હતો અને છેલ્લો મહીનો માર્ચ હતો. 1752ના સપ્ટેમ્બર મહીનામાં ઇંગ્લેન્ડ દ્વારા રોમન જુલીયન કેલેન્ડરને પડતુ મુકીને તત્કાલિન રાજા દ્વારા ગ્રેગેરીયન કેલેન્ડર અપનાવવામાં આવ્યુ જે અત્યારે પણ અમલમાં છે જેનો પ્રથમ મહીનો જાન્યુઆરી અને છેલ્લો મહીનો ડીસેમ્બર છે. હવે આ નવુ કેલેન્ડર અપનાવવામાં એક મોટી તકલીફ એ હતી કે રોમન જુલીયન કેલેન્ડર નવા ગ્રેગેરીયન કેલેન્ડર કરતા 11 દિવસ લાંબુ હતુ આથી ઇંગ્લેન્ડના રાજાએ ઓર્ડર કરીને 11 દિવસ રદ કર્યા અને 2જી તારીખ પછી સીધી જ 14મી તારીખ આવી. 1752ના સપ્ટેમ્બર મહીનામાં બધાએ 11 દિવસ ઓછુ કામ કર્યુ અને તો પણ બધાને પુરા મહીના માટે પ...

MOGAL MAA NEW SONG LYRICS | હો ભર્યા પનિહારે પાવડુ પાણી નો જડેે | JMN0009_RAVAN | UNKNOWN_TELLS | શબ્દો સાથે |

Image
       હો ભર્યા પનિહારે પાવડુ પાણી નો જડે          હો ભર્યા પનિહારે પાવડુ પાણી નો જડે હો ભર્યા પનિહારે પાવડુ પાણી નો જડે ભર્યા પનિહારે પાવડુ પાણી નો જડે મોગલ રુઠે તો ઈ ગોત્યા નો જડે હે ભર્યા ભંડારે અન્ન નો દાણો નો જડે ભર્યા ભંડારે અન્ન નો દાણો નો જડે મોગલ રુઠે તો ઈ ગોત્યા નો જડે હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી મન અભિમાનમાં ઈ મોટપમાં માલતો હદ નો વટેલો ઈ હદ મુકી હાલતો મન અભિમાનમાં ઈ મોટપમાં માલતો હદ નો વટેલો ઈ હદ મુકી હાલતો હદ મુકી હાલતો, હદ મુકી હાલતો હે જબર જોરાળીની ઝપટે જો ચડે જબર જોરાળીની ઝપટે જો ચડે મોગલ રુઠે તો ઈ ગોત્યા ના જડે હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી કડીનો સૂબો જે દી ઓખા ધરા આવીયો લાવ લશ્કર લઈને હામુ જે દી હાલીયો કડીનો સૂબો જે દી ઓખા ધરા આવીયો લાવ લશ્કર લઈને હામુ જે દી હાલીયો હામુ જે દી હાલીયો, હામુ જે દી હાલીયો હે તે દિ કડીના કાંગરા તો કડાકા કરે કડીના કાંગરા તો કડાકા કરે મોગલ રુઠે તો ઈ ગોત્યા નો જડે હા મોગલ હા મોગલ મોગલ મારી માંવડી હા મોગલ હા મોગલ ...

અણમોલ હાહા અમ તણા માડિ દિવસ ક્યા જાતા રિયા | JMN0009_RAVAN | AAM TANAA MAADI DIVAS KYAA JAATA RIYA |

Image
જીણ પેટ ધારી દિવ્ય કાયા જોગમાયા જનમતી,   દંપતી સકળ પરિસ્થાપતિ,   ખમકાર કરતી ખોડલીના પથ્થર ગુણ ગાતા રીયા,   અણમોલ હાહા અમ તણા માડિ દિવસ ક્યા જાતા રિયા,     ઉજળાવાળી સધુ બાપલ બુટ બલાળ બેચરા,   ચોરાળ કુળમાં દેવ ચાપલ કાને સાવજ કર ધર્યા,   સુણી સાદ આવળ માતના રવિરાજ પણ થંભી ગિયા,   અણમોલ હાહા અમ તણા માડિ દિવસ ક્યા જાતા રિયા...     નવ લાખ દળ લઈ ચડ્યો નવઘણ પ્રબળ ચારણ પોસિયા,   વરમંડ ધારી ઉદર વરવડી(વરૂડી) એ સાત સાગર સોસિયા,   જળમા કણમા પાર કેરા લોઢ દળ સમાઈ ગિયા,   અણમોલ હાહા અમ તણા માડિ દિવસ ક્યા જાતા રિયા...     મોણિયાવાળી માત નાગલ રા ને અતિ સમજાવિયો,   નહિ માનતા જુના તણો જટપાટ લઈ પલટાવિયો,   કરમાલ કાગલ જો તળાજે રાજ વાજા રોળિયા,   અણમોલ હાહા અમ તણા માડિ દિવસ ક્યા જાતા રિયા...     સરધારમા આઈ જીવણી પર ઝાર મનસુબો હતો,   થઈ સિંહણ બાકર શેખને સરધારમા ચિર્યો હતો,   ઉંધો પછાડીને પીર સ્થાપીયો અકળ પરચા આપીયા...

મારા રે સમ માનો જી રે લોક ગીત | ગુજરાતી લોક ગીત | JMN0009_RAVAN | LOCK GEET GUJRATI | MAARA RE SAM MAANO JI RE |

Image
  મારા રે સમ માનો જી રે... તમારા દલડા ને વારો, મારા રે સમ માનો જી રે તમારા દલડા ને વારો, મારા રે સમ માનો જી રે તમારા રુદિયા ને વારો, મારા રે સમ માનો જી રે... હે... ક્યો તો ગોરાંદે મેડીયું ચણાવું  અને ટોડલે મોરલા જડાવું,  મારા રે સમ માનો જી રે મેડીયું ના મોહ મારે મનડે નથી  ને તારા હૈયડે વસ્યા ની મુને હામ,  મારા રે સમ માનો જી રે તમારા દલડા ને વારો, મારા રે સમ માનો જી રે તમારા દલડા ને વારો, મારા રે સમ માનો જી રે તમારા રુદિયા ને વારો, મારા રે સમ માનો જી રે... હે... ક્યો તો ગોરાંદે સોને રૂપલે મઢાવું  પછી હારલા માં હિરલા જડાવું,  મારા રે સમ માનો જી રે સોના રૂપા નો મોહ મારે મનડે નથી  ને તારી ચુંદડી ઓઢયા ની મુને હામ,  મારા રે સમ માનો જી રે તમારા દલડા ને વારો, મારા રે સમ માનો જી રે તમારા દલડા ને વારો, મારા રે સમ માનો જી રે તમારા રુદિયા ને વારો, મારા રે સમ માનો જી રે... હે... ક્યો તો ગોરાંદે મારા દલડા ઓવારૂ  પછી પલ માં હું પાસરુ રે પ્રાણ,  મારા રે સમ માનો જી રે ઘણું જીવો રે મારા રંગભર રસિયા  હું તો ભવભવ ના માંગુ સંગાથ,  મારા રે સમ મ...